ETV Bharat / bharat

શું છે TRP? જાણો, સરળ ભાષામાં... - બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) TRP નક્કી કરે છે. જેના દ્વારા તમે જાણી શકો છો કે, કઈ ટીવી ચેનલને સૌથી વધુ જોવામાં આવે છે અને કયો શો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ભારત સ્ટોક હોલ્ડર સંસ્થાઓ દ્વારા સ્થાપિત એક સંયુક્ત ઉદ્યોગ કંપની છે. જે બ્રોડકાસ્ટર્સ અને મીડિયા એજન્સીનું પ્રતિનિધિત્વ કરે છે. TRPનો અર્થ થાય છે ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ.

ટીઆરપીની રમત
ટીઆરપીની રમત
author img

By

Published : Oct 8, 2020, 11:00 PM IST

હૈદરાબાદ: TRPનો અર્થ થાય છે ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ. જેના દ્વારા તમે જાણી શકો છો કે, કઈ ટીવી ચેનલને સૌથી વધુ જોવામાં આવે છે અને કયો શો સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તમે કહી શકો કે, BARCએ ટીવી ચેનલની લોકપ્રિયતાનું એક માપક છે. જાહેરાત કંપનીઓ આના આધારે જ ચેનલોને કેટલી જાહેરાત આપવી તે નક્કી કરે છે.

TRPએ એક અંદાજિત આંકડો છે. એ કોઈ પણ એજન્સી માટે શક્ય નથી કે, તે કરોડો દર્શકોના ઘરોમાં મશીન લગાવીને ચેક કરી શકે કે, તેઓ કઈ ચેનલ જોઈ રહ્યાં છે. માટે આનો એક નમૂનો એકત્રિત કરવામાં આવે છે. એટલે કે, કેટલાંક મકાનોની પસંદગી.

TRP માપનારી એજન્સીઓ પસંદ કરેલા ઘરોમાં મશીન લગાવે છે. તેમનો પ્રયાસ હોય છે કે, નમૂના યોગ્ય રીતે એકત્રિત કરવામાં આવે. જેમાં વિવિધ આયુ, શહેરી અને ગ્રામીણ વિસ્તારોની નોંધ લેવામાં આવે છે. આ મશીનને પીપલ્સ મીટર કહેવામાં આવે છે.

જેના દ્વારા જાણી શકાય છે કે, ક્યા પરિવારે દિવસ દરમિયાન કઈ ચેનલને કેટલા સમય માટે જોઈ હતી. ત્યારબાદ એજન્સીઓ આ ડેટાનું વિશ્લેષણ કરે છે. બાદમાં તેનો ડેટાબેસ તૈયાર કરવામાં આવે છે.

તેનો અહેવાલ જાહેરાત એજન્સીને મોકલવામાં આવે છે. જેના આધારે જાહેરાત એજન્સીઓ કેટલી જાહેરાત આપવી તે નક્કી કરે છે. માટે જેમની પાસે વધુ સારું રેટિંગ છે તેમને વધુ એડ મળે છે.

ટીવી ચેનલોની આવકનો મુખ્ય સોર્સ જાહેરાત છે. જો TRP ઓછી હોય, તો જાહેરાત કંપની તે ચેનલને ઓછી જાહેરાત આપે છે. હાલમાં TRP માપવા માટે દેશભરમાં 30 હજાર બેરોમીટર લગાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.