હૈદરાબાદ : આગામી દાયકામાં જે પરિવર્તનો આવવાના હતાં, તે વર્તમાન દાયકામાં જ શક્ય બન્યાં છે. આ પરિવર્તનો ખાસ કરીને, અનેક નિગમો અને કંપનીઓએ તેમનાં કામકાજમાં અપનાવેલાં આધુનિકીકરણ અને નવતર પદ્ધતિઓના કિસ્સામાં જોવા મળે છે. ચીન આવા જ વિકાસનું એક સચોટ ઉદાહરણ છે. ચીનમાં મોટા ભાગની વાણિજ્યિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ચીને જે પગલાં અને પ્રક્રિયાઓ અપનાવ્યાં છે, તેવાં જ પગલાં અને પ્રક્રિયાઓ અન્ય દેશો પણ અપનાવે તે જરૂરી છે.
કોવિડ-19માંથી મેળવેલી શિખામણ ઓફિસો અદ્યતન બની કામ કરવાની નવતર પદ્ધતિઓ શરૂ થઈ આ પદ્ધતિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ખર્ચ ઘટે તેવાં પગલાં લેવાયાં ઓફિસોનો માહોલ ચીનમાં કંપનીઓએ મોટા ભાગનાં કાર્યો યુદ્ધના ધોરણે શરૂ કર્યાં છે. તેમણે કામકાજ શરૂ કરવા માટે ‘સિક્સ-ફૂટ ઓફિસ’ એજન્ડા અપનાવ્યો છે. આ પદ્ધતિમાં ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓની બેઠક વ્યવસ્થામાં પ્રત્યેક કર્મચારી વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હોવું જોઈએ.
છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની આવશ્યકતાને અનુરૂપ ઓફિસોનું ઈન્ટિરિયર બદલવામાં આવ્યું છે. ભારતમાં પણ કેટલીક ઓફિસોએ આ માટેનાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ રીતે, કર્મચારીઓને વિશ્વાસ બેસશે કે તેઓ તંદુરસ્ત વાવાતરણમાં કામ કરી રહ્યા છે. આ નવા સામાન્ય વિશ્વમાં ડેસ્ક એ રીતે ગોઠવાયેલાં હશે, જેમાં બે ડેસ્ક વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અસર હોય. કંપનીઓ આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાને ટાળવા તેમજ તેનું પરસ્પર પ્રસરણ અટકાવવા માટે આ અભિગમ અપનાવે તેવી સંભાવના છે.
કર્મચારીઓના પ્રવેશની પદ્ધતિ એ રીતે ગોઠવાશે, જેમાં ચહેરાની ઓળખ કરતું સોફ્ટવેર વાપરવામાં આવશે અથવા તેમના ફોનમાં ક્યુઆર કોડનો ઉપયોગ કરાશે, જેથી ઓફિસમાં પ્રવેશવા માટે કોઈ પણ પ્રકારનો સ્પર્શ કે પાસને સ્વાઈપ કરવાની મશીનરીનો ઉપયોગ ટાળી શકાય. કંપનીઓ કામકાજના સ્થળે એર-પ્યોરિફિકેશન સિસ્ટમ્સ નાંખવામાં રોકાણ વધારે તેવી સંભાવના છે.
ઓફિસમાં ચાલતી વખતે સ્ટાફ વન વે પદ્ધતિનો ઉપયોગ કરે. એ રીતની ગોઠવણ કરાય, જેમાં એકબીજાને મળવાની સંભાવનાઓ ટાળી શકાય અને તેને પગલે વાયરસનું સંપર્ક દ્વારા થતું પ્રસરણ અટકે. નવતર સંશોધનો હાલના સંજોગોમાં અને નજીકના ભવિષ્યમાં પણ લોકો કંપનીઓની મુલાકાત લઈને પ્રોડક્ટ્સ રૂબરૂમાં ખરીદવા ઈચ્છે નહીં એવું બને. વેચાણમાં ઘટાડા સંદર્ભે આ બાબત ચિંતાજનક છે. આ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા કંપનીઓ તેમના ગ્રાહકો સુધી વર્ચ્યુઅલી એટલે કે ડિજિટલ માધ્યમો દ્વારા પહોંચવાના પ્રયાસ કરી રહી છે. મોટા ભાગની કંપનીઓ આ જ દિશામાં વિચારી રહી છે.
“એક્સ્પિરિયન્સ ફ્રોમ હોમ” - કંપનીઓનું આ નવું સ્લોગન છે. આને પગલે લોકોની ખરીદીની ટેવ બદલાશે. લોકોને ઘેર બેઠાં પોતે શૉરૂમમાં હોય તેવો અનુભવ કરાવવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી એપ્લિકેશન્સ આવશે. ગ્રાહકો તેનાથી પ્રભાવિત થશે. ઓનલાઈન વેચાણો માટે કંપનીઓ પણ નવાં ઉત્પાદનો બજારમાં મૂકશે. નાઈકીએ ચીનમાં એર જોર્ડન્સ નામે લિમિટેડ એડિશન સ્નીકર્સનું ઓનલાઈન વેચાણ કર્યું. ભારતમાં કેટલીક ઓટોમોબાઈ કંપનીઓ ઓનલાઈન વેચાણોને પ્રોત્સાહન આપી રહી છે.
વોલ્વો જેવી કંપનીઓએ ઘેર બેઠાં જ નવ કાર નોંધાવવા માટે 'કોન્ટેક્ટલેસ પ્રોગ્રામ્સ' શરૂ કર્યાં છે. સુપરમાર્કેટ કંપનીઓએ ચીજવસ્તુઓની ફ્રી હોમ ડિલિવરી શરૂ કરી છે. ભવિષ્યમાં લોકડાઉનના નિયમો હળવા બને તો પણ કંપનીઓ લોકોને તેમનો કરિયાણાનો સામાન ખરીદવા સુપરમાર્કેટની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત નહીં કરે. એટલે જ આ કંપનીઓ કદાચ ભવિષ્યમાં પણ આ રીતે હોમ ડિલિવરી ચારુ રાખે તેવું બને.
એમેઝોન પેન્ટ્રી અને બિગબાસ્કેટ જેવી સામાનની ડિલિવરી કરતી ઓનલાઈન એપ્લિકેશન્સ અગાઉથી જ સફળ છે અને હવે તેમનાં વોલ્યુમ્સમાં તોતિંગ વધારો થવાનું અનુમાન છે. અત્યાર સુધી એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો અને બિગબાસ્કેટ જેવી કંપનીઓ તેમનાં ઉત્પાદનોની હોમ ડિલિવરી માટે ડિલિવરી બોય્ઝની ભરતી કરે છે.
ભવિષ્યમાં આ પ્રકારનાં કામકાજ વધશે અને બીજી અનેક કંપનીઓ આ પદ્ધતિ અપનાવશે. આ રીતે, ભવિષ્યમાં બેરોજગાર યુવાનો માટે રોજગારની તકો વધશે. વર્ક ફ્રોમ હોમ - સૌથી મોટી ક્રાંતિ વર્ક ફ્રોમ હોમ - ઘેર બેઠાં કામ કરવાની પદ્ધતિ આગામી ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ સુધી અમલમાં મૂકવી અસંભવ જણાતી હતી, તે હવે આજે નિયમ બની ગઈ છે, કેમકે કોવિડ-19 મહામારીને કારણે હાલમાં તેવી માગ ઊભી થઈ છે.
ટીસીએસએ જાહેર કર્યું છે કે ભવિષ્યમાં તેના મોટા ભાગના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ (ડબલ્યુએફએચ) જ કરવાનું કહેવાશે. અન્ય આઈટી કંપનીઓ પણ આ જ રસ્તે ચાલે તેવી સંભાવના છે. ફક્ત આઈટી કંપનીઓ જ નહીં, પરંતુ મોટા ભાગનાં સ્ટાર્ટ-અપ્સ પણ કામકાજની મુખ્ય પદ્ધતિ તરીકે વર્ક ફ્રોમ હોમનો રસ્તો અપનાવશે, તેવી ધારણા છે. આ રીતે કામકાજ કરવાથી ખર્ચમાં મોટા પાયે ઘટાડાની સંભાવના પણ છે. આનું કારણ એ છે કે સ્ટાર્ટ-અપ કંપની માટે ઓફિસ ચલાવવાનો ખર્ચ એક મોટો બોજો હોય છે. અન્ય પરંપરાગત કંપનીઓ અગાઉથી જ એ રીતે વિચારી રહી છે.
કામકાજની વિશાળ જગ્યાઓનું સ્થાન ઓછા કર્મચારીઓ સાથેની નાની ઓફિસો લેશે. કર્મચારીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરાશે અને તે માટે લેપટોપ જેવી સવલતો અપાશે. કંપનીઓ કર્મચારીઓને વિવિધ સ્થળેથી કામ કરવા પ્રોત્સાહિત કરવા ઈચ્છે તેવું પણ બનશે. પરંપરાગત કંપનીઓ પણ તેના કર્મચારીઓને વિડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન પરમિશન્સ જેવી ટેકનોલોજી આપી શકે છે.
સામાન્ય રીતે, ખાનગી સંસ્થાઓમાં તમે કોઈ વિચાર લઈને આવો છો, ત્યારે તેને આગળ વધારવા માટે તમે તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે તેની રજૂ કરીને તેના ઉપર ચર્ચા કરી શકો છો. વર્ક ફ્રોમ હોમમાં આ પ્રકારના પડકારો રહેશે, જે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અનેક કંપનીઓ, જે મહિલાઓના કૌશલ્યનો ઉપયોગ કરવામાં અક્ષમ રહી છે, જે મહિલાઓને પ્રસૂતિ બાદ તેમજ અન્ય કારણોસર તેમનાં કૌશલ્ય માટે રોજગાર ઓફર કરી શકતી નથી, તે હવે આ મહિલાઓને તેમના ઘરની અનુકૂળતા મુજબ કામની તક આપીને તેમનાં કૌશલ્ય ઉપલબ્ધ કરી શકશે. કંપનીઓ ‘એક્ટ-પોઝ-એસેસ-એન્ટિસિપેટ-એક્ટ’ - એટલે કે ‘કામ કરો-અટકો-મૂલ્યાંકન કરો-અપેક્ષા-અટકળ બાંધો-કામ કરો’ની નીતિ અપનાવી શકે છે.
હાલના વાયરસ જેવી બીજી અનેક કટોકટીને પડકારવા ઉત્પાદકતાને અસર ન થાય અને જે-તે કંપનીઓથી ગ્રાહકો વિમુખ ન થાય તે રીતે આ પગલાં અમલી બનશે. ઘરઆંગણાનું પુરવઠા તંત્ર અત્યાર સુધી આપણે કેટલાક કાચા માલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે વિદેશમાંથી કરાતી આયાત ઉપર નિર્ભર છીએ. ખાસ કરીને ઓટોમોબાઈલ કંપનીઓ મોટા પાયે ચીન ઉપર આધારિત છે. હવે કંપનીઓએ મક્કમપણે માને છે કે આ નિર્ભરતા ઘટવી જોઈએ.
ટાટા સ્ટીલના પ્રવક્તાએ કહ્યું કે કોવિડ-19ને પગલે જોવા મળેલા ઘટાડા બાદ સ્થાનિક પુરવઠા તંત્ર મજબૂત બનશે તેવી ધારણા છે. આ સંદર્ભે ઘરઆંગણે પાડોશી રાજ્યોની તરફેણ કરવાની વૃત્તિ પણ વધશે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં અત્યંત અકલ્પ્ય પરિવર્તનો જોવા મળી શકે છે. સામાન્ય રીતે, મોટી કટોકટીનો સામનો કર્યા બાદ મળેલા બોધપાઠને કારણે આવાં નવપ્રવર્તનો અને વિચારો આવે છે. એટલે, એ કહેવું ઉચિત છે કે કોવિડ-19 સમગ્ર વિશ્વમાં 10 વર્ષ આગોતરું સકારાત્મક પરિવર્તન લાવી શકે છે !!!