ETV Bharat / bharat

જાણો...વડાપ્રધાને દિવાળી માટે દેશવાસીઓ પાસેથી શું માગ્યું ? - Festival Season

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તહેવારોની સિઝન નિમિત્તે લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે 'લોકલ ફોર વોકલ'નું આહ્વાન કર્યું હતું. સાથે જ આશા વ્યક્ત કરી છે કે આનાથી અર્થવ્યવસ્થામાં નવી ચેતના આવશે.

જાણો...વડાપ્રધાને દિવાળી માટે દેશવાસીઓ પાસેથી શું માગ્યું ?

author img

By

Published : Nov 9, 2020, 4:20 PM IST

  • વડાપ્રધાન મોદીએ લોકલ ફોર વોકલનું કર્યું આહ્વાન
  • સ્થાનિક ઉત્પાદિત વસ્તુઓ ખરીદવા વડાપ્રધાનની અપીલ
  • સ્થાનિક વસ્તુ ખરીદવાથી ઓળખ મજબૂત થશેઃ વડાપ્રધાન

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદિત થયેલી વસ્તુનો ઉપયોગ વધારવા માટે કહ્યું છે. વડાપ્રધાને 'લોકલ ફોર દિવાલી'નું આહ્વાન કર્યું અને આશા વ્યક્ત કરી છે કે, આનાથી અર્થવ્યવસ્થામાં નવી ચેતના આવશે. આજકાલ લોકલ માટે લોકલની સાથે, લોકલ ફોર દિવાલીના મંત્ર પણ ચારે તરફ ગુંજાઈ રહ્યો છે. બનારસના લોકો અને દેશવાસીઓને પણ એ જ કહેવું છે કે, લોકલ ફોર દિવાલીનો ખૂબ પ્રચાર કરો. દરેક વ્યક્તિ જ્યારે ગર્વની સાથે લોકલ સામાન ખરીદશે, લોકલની ચર્ચા કરશે, લોકલ પ્રોડક્ટ પર ગૌરવ કરશે, નવા નવા લોકો સુધી એ વાત પહોંચશે કે આપણી લોકલ પ્રોડક્ટ કેટલી સારી છે, કેટલી શાનદાર છે, કેવી રીતે આપણી ઓળખ છે. તો તે વાત દૂર દૂર સુધી પેલાશે. આનાથી સ્થાનિક ઓળખ મજબૂત થશે. આ ઉપરાંત જે લોકો સ્થાનિક ઉત્પાદન કરે છે તેમની દિવાળી પણ રોશન થઈ જશે.

દરેક દેશવાસી 'લોકલ માટે વોકલ' બને

વડાપ્રધાને કહ્યું, દેશવાસીઓને વારંવાર આગ્રહ કરું છું કે, લોકલ માટે વોકલ બનો. દરેક લોકો લોકલ સાથે દિવાળી ઊજવે. પછી જોજો અર્થવ્યવસ્થાને નવી ચેતના મળશે. લોકલ માટે વોકલ બનવાનો અર્થ ફક્ત દીવડા ખરીદવા જ નહીં, પરંતુ દરેક વસ્તુ ખરીદવી. જોકે જે વસ્તુ દેશમાં બનતી નથી, જેની ખરીદી કરવી અશક્ય છે તેને બહારથી લાવવી પડે. એ વાત અલગ છે. હું એમ નથી કહેતો કે, એવી વસ્તુઓને ગંગાજીમાં પધરાવી દો.

ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે આ પગલું

વડાપ્રધાને કહ્યું, હું એટલી જ ઈચ્છા રાખું છું કે મારા દેશવાસીઓ જે મહેનત કરી રહ્યા છે, મારા દેશના જવાન પોતાની બુદ્ધિ શક્તિ અને સામર્થ્યથી નવું નવું કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમની આંગળી પકડવી. તેમનો હાથ પકડવો અને સાથ આપવો એ તમામની જવાબદારી બને છે. આપણે તેમની વસ્તુ ખરીદીશું તો તેમને પણ પ્રોત્સાહન મળશે. આનાથી વિશ્વાસથી ભર્યો એક નવો વર્ગ તૈયાર થશે, જે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક નવી શક્તિ બની જશે.

વડાપ્રધાને વારાસણીમાં રૂ. 614 કરોડની યોજનાનું ઉદ્ઘાટન કર્યું

આની પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રૂ. 614 કરોડની 30 વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જે પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું તેમાં સારનાથ લાઈડ એન્ડ સાઉન્ડ શૉ, લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલ, સીવરેજ સંબંધિત કાર્ય વગેરે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં પરિયોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.