આ મુલાકાતને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, આ મુલાકાતને માત્ર એક શિષ્ટાચારના ભાગ રૂપે જોવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ તેની જાણકારી મળી નથી, પરંતુ નવી સરકારનું પ્રથમ બજેટ પહેલાની આ મુલાકાત થયેલી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાતમાં જે પણ વાતચીત થઈ તે અર્થવ્યવસ્થાને લઈને થઈ હશે.
નાણાંપ્રધાને અર્થવ્યવસ્થાને ફરી વિકાસના માર્ગ પર લઈ જવા માટે ઉઠાવવામાં આવેલા પગલાને લઈને વિચાર-વિમર્શ કર્યા હશે. મનમોહન સિંહ 1982થી લઈને 1985 સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પણ રહેલા છે. ત્યાર બાદ મનમોહન સિંહ 1985થી લઈને 1987 સુઘી યોજના કમિશન (હાલના નીતિ કમિશન)ના ઉપાઘ્યક્ષ પણ રહેલા છે.