ચૈન્નઇઃ કોરોના સંકટને લઇને દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેની વચ્ચે મદુરૈમાં સાંસ્કૃતિક કાર્યક્રમ જલ્લીકટ્ટુ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનના ઉલ્લંઘનની માહિતી સામે આવી છે.
![Etv Bharat, Gujarati News, Bull Story, Covid 19, Jallikattu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-mdu-02-jallikattu-bull-died-fir-scriot-9025391_17042020103045_1704f_1587099645_429_1704newsroom_1587108443_1029.png)
મળતી માહિતી મુજબ અલંગાનલ્લૂરની નજીક મુદુવપરટ્ટી ગામના ચેલયઇ અમ્મન મંદિર દ્વારા પોષિત આખલાનું (BULL) નામ મુલી રાખવામાં આવ્યું હતું. જેનું ગત્ત 12 એપ્રિલે મોત થયું હતું. ગામના વૃદ્ધો અને મંદિરના અધિકારીઓએ મૃત આખલાને શણગાર કરીને ગામની વચ્ચે રાખ્યો હતો. આ આયોજનમાં લગભગ 2 હજાર લોકોએ ભાગ લીધો હતો.
જો કે, જલ્લીકટ્ટુ તમિલનાડૂનો એક સાંસ્કૃતિ કાર્યક્રમ છે. જેના આયોજન દરમિયાન એક આખલાનું મોત થયું હતું. આખલાની શવયાત્રામાં લગભગ 2 હજાર લોકો આવ્યા હતા.
કોરોના વાઇરસ સંક્રમણની આશંકાને લઇને સરકારે માણસોની અંતિમયાત્રામાં પણ વધુ લોકોને એકઠા થવા પર રોક લગાવી છે, પરંતુ આ આખલાની અંતિમયાત્રામાં લગભગ 2000 લોકો સામેલ થયા હતા.
મહત્વનું છે કે, તમિલનાડૂમાં કોરોના સંક્રમણના 1240થી વધુ કેસ સામે આવ્યા છે અને 14 લોકોના મોત થયા છે. માત્ર મદુરૈમાં જ 40થી ઉપર કેસ સામે આવ્યા છે. એવામાં લૉકડાઉન અને સામાજિક અંતરનું ઉલ્લંઘન કરવું ચિંતાજનક છે.
શું છે જલ્લીકટ્ટુ
જલ્લીકટ્ટુ તમિલનાડૂનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તેના આયોજન દરમિયાન સ્પર્ધકો આખલાઓને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. પ્રદેશમાં જલ્લીકટ્ટુમાં સામેલ થનારા આખલાનું ખૂબ જ માન હોય છે. આ આખલાઓને દેવતાઓની જેમ પૂજવામાં આવે છે.