નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતની પ્રથમ સોશિયલ મીડિયા સુપર એપ 'એલિમેન્ટ્સ' લોન્ચ કરી છે. એપ લોન્ચ સમારોહમાં પતંજલિ યોગપીઠના સ્થાપક બાબા રામદેવ, રાજ્યસભાના સાંસદ અયોધ્યા રામરેડ્ડી, પૂર્વ નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ, કર્ણાટકના પૂર્વ મહેસૂલ પ્રધાન આર.વી. પાંડે, હિન્દુજા ગ્રુપ કંપનીઝના પ્રમુખ અશોક પી. હિન્દુજા, જીએમ સમૂહના સંસ્થાપક અધ્યક્ષ જી.એમ.રાવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ જેએસડબ્લ્યુ સમૂહના અધ્યક્ષ અને મેનેજર નિર્દેશક સજ્જન જિંદલ, રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ જે એપ્લિકેશન શરૂ કરવા જઈ રહ્યા છે તેમાં ઓડિયો, વીડિયો કોલિંગ, ગ્રુપ કોલિંગ, ઇ-પેમેન્ટ જેવી સુવિધાઓ ઉપલ્બધ છે.
સામાન્ય રીતે આ બધી સુવિધાઓના ઉપયોગ માટે આપણે અલગ-અલગ એપ ડાઉનલોડ કરવી પડે છે. પરંતુ આ એપમાં બધી જ સુવિધાઓ એક સાથે મળે છે.