ETV Bharat / bharat

આજે છે વાઘબારસ ઘરે-ઘરે દીવડા પ્રગટાવીને દિવાળી તહેવારનો થશે પ્રારંભ - આદિવાસી પ્રજા ઉત્સાહ

કોરોના મહામારી વચ્ચે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની આજથી શરુઆત થઈ ચુકી છે. આ વર્ષે લોકોને તહેવારોની ઉજવણી કોરોના મહામારીમાં જ કરવાની ફરજ પડી છે. મહામારીમા લોકોની સલામતીને લઈ ખાસ નિર્ણય લેવામાં જ આવ્યા છે. સરકારે પણ નવરાત્રી, ગણેશચતુર્થી જેવા પર્વને પણ ઉજવણીની અમુક મર્યાદામાં જ છુટ આપી હતી. લોકો કોરોના મહામારીની ગાઈડલાઈનનું પાલન કરી પર્વની ઉજવણી કરે તે જરુરી છે.

WAGH BARAS STORY
WAGH BARAS STORY
author img

By

Published : Nov 11, 2020, 7:27 AM IST

આજથી દિવાળી પર્વની શરુઆત

ઘર આંગણે રંગોળી પૂરવાનો તેમજ ઊંબરા પૂજવાની પરંપરાનો

આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે

ન્યુઝ ડેસ્ક : દિવાળી હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. દિવાળીના તહેવારની આજથી શરુઆત થઈ ચુકી છે. તેમાં અગિયાસર, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને બાઈબીજ આવે છે, જેમાં સૌથી મોટો તહેવાર એટલે દિવાળી.

વાઘદેવની પૂજા

ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાતમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.

દીવડા પ્રગટાવવાની શરૂઆત

ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી મંદિરો અને ઘરો રંગેબરંગી લાઈટિંગ્સથી ઝળહળી ઉઠે છે. તહેવારોમાં આંગણે રંગોળી બનાવાય છે. માર્કેટમાંથી લાવવામાં આવેલી નવી નવી વસ્તુઓથી ઘરની સજાવટ કરવામાં આવે છે. દિવાળી પર્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે વાઘ બારસ પર્વની ઉજવણી સાથે શહેરીજનો તેમના ઘર આંગણે રંગોળી પૂરવાનો તેમજ ઊંબરા પૂજવાની પરંપરાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં વાઘ બારસના દિવસથી દીવડા પ્રગટાવવાની શરૂઆત થઈ જાય છે. દરેકના આંગણામાં આજથી દીવા પ્રગટાવવામાં આવે છે. આજથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ દિવસે વેપારીઓ પોતાના તમામ જૂના હિસાબો પૂરા કરીને નવા હિસાબની શરૂઆત કરે છે.

આદિવાસીઓ પણ કરે છે વિષેશ ઉજવણી

વાઘ બારસએ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળી તહેવારનો પહેલો દિવસ ગણે છે. ડાંગ જિલ્લાના આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે અને તેની પૂજા અર્ચના પણ કરતાં હોય છે. અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતીને અનુસરતી આદિવાસી પ્રજા ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે આજે વાઘ બારસની ઉજવણી કરશે.

આ પણ વાંચો :

પ્રાકૃતિક દેવોની પૂજા કરી વાઘબારસ ઉજવવાની આદિવાસીઓની પરંપરા યથાવત

વાઘબારસ-ધનતેરસનો શુભ સમન્વય, પવિત્ર દિવાળી સપ્તાહનો પ્રારંભ, વડાપ્રધાને પાઠવી શુભેચ્છા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.