વિશાખાપટ્ટનમ: દેશમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી 100 સ્માર્ટ સીટીની યાદીમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વડોદરા શહેરમાં અવનવા પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા હતા. જેથી વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી ત્રીજી નેશનલ એપેક્ષ કોન્ફરન્સ ઑફ સ્માર્ટ સિટીઝ સીઈઓમાં વડોદરાને 2 એવોર્ડ મળ્યા છે.
વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડોદરા સ્માર્ટ સીટી અંતર્ગત ઉભા કરાયેલા 'સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના પ્રોજેકટ'ને 'ગવર્નન્સ થીમ એવોર્ડ' મળ્યો છે. આ ઉપરાંત 5 લાખનું રોકડ ઈનામ પણ મળ્યું છે. આ સાથે જ વડોદરા 'ઓવર ઓલ સીટી પર્ફોમન્સ' માટે 'રેકોગ્નેશન ફોર પર્ફોમન્સ'નો એવોર્ડ પણ મળ્યો છે.