લખનઉઃ યુપી ATS અને પંજાબ પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ખાલિસ્તાની આતંકવાદી તીરથ સિંહની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન તીરથ સિંહ પાસેથી ભિંડરાવાલાના પોસ્ટરો મળી આવ્યા છે. જે સોશિયલ મીડિયામાં ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલા જોવા મળે છે. ATS દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને વિવિધ પાસાઓ પર પૂછપરછ કરવામાં આવી રહી છે.
પંજાબ પોલીસ અને યુપી ATSના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપાયેલો તીરથ સિંહ અનેક ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલો હતો. તીરથ સિંહ ખાલિસ્તાની આંદોલન સાથે પણ સંકળાયેલો છે. જેથી ઉત્તરપ્રદેશ ATS અને પંજાબ પોલીસ ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હત. જે અંતર્ગત પંજાબ પોલીસે ખાલિસ્તાની આતંકવાદી તીરથ સિંહ મેરઠમાં હોવાની માહિતી યુપી ATSને આપી હતી. જેથી ત્યારબાદ ATSની ટીમે કાર્યવાહી કરને તીરથ સિંહની ધરપકડ કરી હતી.