પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ કોડ વર્ડ્સ પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકેમાં નિયંત્રણ રેખા પાસે લગાવવામાં આવેલા એફએમ ટ્રાંસમિશન દ્વારા મોકલવામાં આવે છે.જેમાં જૈશે મોહમ્મદ માટે (66/88), લશ્કરે તૈયબા માટે (એ-3) અને અલ બદ્ર માટે (ડી-9) કોડ રાખવામાં આવ્યો છે.
આ માટે સંવાદ સાધવા માટે રાષ્ટ્રગીત 'કૌમી તરાના'ના માધ્યમથી કરવામાં આવે છે. જે પાંચ ઓગસ્ટના રોજ કલમ 370 હટાવ્યાના એક અઠવાડીયા બાદ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ અહીં લૈંડલાઈન, મોબાઈલ ફોન તથા ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી હતી. પાકિસ્તાન પોતાના રાષ્ટ્રગીતને અનેક રીતે રજૂ કરી તેનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃતિ કરવામાં વાપરે છે. જેમાં પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો દ્વારા ટ્રાન્સમિશનના માધ્યમથી જમ્મુ કાશ્મીરમાં કોડ વર્ડ મોકલે છે.
જાસુસી સંસ્થાના જણાવ્યા અનુસાર હાઈ લેવલના રેડિયો સ્ટેશનમાંથી કોમી તરાના વગાડીને ભારતમાં એલઓસી નજીક સિગ્નલ મોકલી જમ્મુ કાશ્મીરમાં રમખાણો ઊભા કરાવી રહ્યા છે. તથા આસપાસના ગામડાઓના લોકોને ખોટા રસ્તે ધકેલવાનું કામ કરી રહ્યા છે.
પાકિસ્તાની સેના પણ POK માં હાલમાં એફએમ ટ્રાન્સમિશન સ્ટેશનોને LOCની નજીક ફેરવી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ 10 કોર્પ્સ કમાંડરે આ કામ કરવા માટે સિગ્નલ કોર્પ્સને સોંપ્યું છે.