લખનઉઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ NCRમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને તેનાથી બચવા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાનની સમીક્ષા કરશે. વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી થનારી આ બેઠકમાં CM યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.
આ અગાઉ ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના સંક્રમણને રોકવા અને સંક્રમિત દર્દીને સારવાર અપાવવા અંગે દિલ્હીમાં કોવિડ મેનેજમેન્ટ સંભાળી ચૂક્યા છે. દિલ્હી બાદ અમિત શાહ રાષ્ટ્રીય રાજધાની પાસેના વિસ્તારોમાં કોવિડ મેનેજમેન્ટ કરવા જઈ રહ્યા છે.
જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગી સરકારની કોવિડ મેનેજમેન્ટની પ્રશંસા કરી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ જેવા જિલ્લામાં હજૂ પણ કોવિડ સંક્રમણનો ખતરો છે. જેને લઇને અમિત શાહ CM યોગી સાથે ગુરુવારે સાંજે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરેન્સિંગ કરશે.
આ વીડિયો કોન્ફરેન્સિંગમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, આરોગ્ય પ્રઘાન જય પ્રતાપસિંહ, શિક્ષણ પ્રધાન સુરેશ ખન્ના, અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થી હાજર રહેશે.