વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ સમગ્ર દેશવાસીઓને બકરી ઇદની શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કરીને દેશમાં શાંતિ અને હર્ષોલ્લાસ જળવાઇ રહે તેવી પ્રાર્થના કરીને શુભેચ્છા પાઠવી હતી.
આ પહેલા કાશ્મીરની ઘાટીઓમાં અનેક જિલ્લાઓમાં સામાન્ય સ્થિતિ જોવા મળી હતી. ટ્વીટર પર 1 મીનિટ 48 સેકેન્ડનો વીડિયો પોસ્ટ કરીને જમ્મુ અને કાશ્મીરના પોલીસકર્મી ઇમ્તિયાજ હુસૈને પોતાના ટ્વીટર અકાઉન્ટથી 10 ઓગસ્ટની રાત્રે 9.40 કલાકે જાણકારી આપી હતી.
રવિવારે બપોરના 12 કલાક સુધી વીડિયોને 3,50,000થી પણ વધુ સમય જોવાય ચૂક્યો છે અને 9000વખત રીટ્વીટ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં શ્રીનગર પોલીસ સામાન્ય જોવા મળી હતી. મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા ખરીદી કરવાથી ઘણી દુકાનોમાં ભીડ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ સદસ્ય તરૂણ વિજયે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'જુગ જુગ જીયો હુસૈન ભાઇ. તમને ઇદના ખૂબ ખૂબ અભિનંદન'
મહત્વનું છે કે, બકરી ઇદના પર્વે સમગ્ર દેશમાં વહેલી સવારે મુસ્લિમ ભાઇઓએ નમાઝ અદા કરીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. દિલ્લી, મધ્યપ્રદેશ, અલીગઢ સહિત મહારાષ્ટ્રમાં પણ નમાઝ અદા કરીને આ તહેવારની ધામ-ધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.