ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ આંધ્ર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં TRS અને ઔવેસી મળીને સરકાર ચલાવી રહ્યાં છે. ત્યાં લોકોએ એન.આર.પી.ને અનુકરણ કર્યુ છે. તમામ લોકો આધારકાર્ડ, રેશન કાર્ડ, મતદારપત્ર અને મિલકતના દસ્તાવેજો આપી રહ્યાં છે. આંધ્ર પ્રદેશ સરકાર સંપૂર્ણ રીતે NRP લાગુ કરી છે.
ઔવેસી આ સરકારમાં ભાગીદાર પણ છે. તેવામાં વિપક્ષો દ્વારા જે વાતો ફેલાવાઈ રહી છે, તે તદ્દન ખોટી છે. સરકાર આ કાયદો કોઈ ભારતીય પર લાગુ કરતી નથી. આ કાયદો ફક્ત દેશમાં ખોટી રીતે રહેતા લોકો સામે છે. સરકારે અલ્પસંખ્યકોને તમામ અધિકાર પહેલાથી જ આપી રાખ્યા છે. તેમને કોઈનાથી ડર રાખવાની જરૂર નથી.