જોધપુરઃ સોમવારે સવારે શહેરમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકઅપ વાહનની ટક્કરમાં બે યુવક ઘાયલ થયા હતા.એવામાં જોધપુરના સાંસદ અને કેન્દ્રીય પાણી ઉર્જા પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે બંને ઇજાગ્રસ્ત યુવકોને એસ્કોર્ટમાં સામેલ પોલીસની ગાડીમાં હોસ્પિટલમાં પહોચાડ્યાં હતા.
- કેન્દ્રીય પ્રધાન શેખાવતે માનવતા બતાવી, માર્ગ અકસ્માતમાં ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યા
- બંને ઇજાગ્રસ્ત યુવકોને એસ્કોર્ટમાં સામેલ પોલીસની ગાડીમાં હોસ્પિટલમાં પહોચાડ્યાં
- બન્નેના મોઢામાંંથી લોહી નીકળતુ હોવાથી તાત્કાલીક હોસ્પિટલ પહોચાડ્યાં
- ગજેન્દ્રસિંહ શેખાવતે તાત્કાલીક સારવાર કરવાની હોસ્પિટલના સ્ટાફને સુચના આપી
જોધપુરના સાંસદ અને કેન્દ્રીય પાણી પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમવારે જોધપુર સંસદીય મત વિસ્તારના શેરગઢ વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ સવારે 7 વાગ્યે કેરૂ ફાંટા પાસે પહોંચ્યા હતા અને તાત્કાલીક એસ્કોર્ટમાં સામેલ પોલીસની ગાડીમાં યુવકોને હોસ્પિટલ પહોચાડ્યાં હતા. તેમજ તેમની તાત્કાલીક સારવાર કરવાની હોસ્પિટલના સ્ટાફને સુચના આપી હતી.
શેખાવત સોમવારે સવારે 6:30 વાગ્યે બાલેસરથી રવાના થઈ અને કેરૂ ફાંટા પહોંચ્યા તો ત્યાં તેમને જોયું કે રસ્તા પર ઘણા લોકો ભેગા થયા હતા. મોટરસાયકલ ચાલક બે યુવકો એક પીકઅપ વાહનની ટક્કરમાં રસ્તા પર અથડાઇને પડ્યાં હતા અને બન્નેના મોઢા માંંથી લોહી નીકળતુ હતું. આ જોઈને તરત જ પ્રધાન શેખાવતે તેમના અને એસ્કોર્ટમાં સામેલ પોલીસે વાહનોને અટકાવ્યા હતા અને વાહનોની ભીડને દૂર યુવકોને તાત્કાલીક હોસ્પિટલ પહોચાડ્યાં હતા.