ભાજપ નાગરિકતા સુધારણા કાયદો (CAA) પર રાષ્ટ્રવ્યાપી જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તરપ્રદેશના લખનઉમાં જનતાનું સંબોધન કર્યં હતું. જેમાં શાહે કહ્યું હતું કે, નાગરિકતા સુધારણા કાયદાને લઈ વિરોધી પાર્ટીઓ દુષ્પ્રચાર અને ભ્રમ ફેલાવી રહી છે. જેથી કરી ભાજપ સરકારે જન જાગરણ અભિયાન ચલાવી રહ્યું છે.
CAA પર ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું કે, "હું અહીં એ કહેવા આવ્યો છું કે જેને પણ CAA નો વિરોધ કરવો હોય તે કરે, CAA કાયદો તો રહેશે જ. મહાત્માં ગાંધીએ 1947માં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખ ભારત આવી શકે છે. તેમને નાગરિકતા આપવી, સન્માન આપવું એ ભારત સરકારનું કર્તવ્ય છે. "
કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, "નેહરુજીએ પણ કહ્યું હતું કે, શરણાર્થીઓને નાગરિકતા આપવી જોઈએ. શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે જે જરુરી હોય તે કરવું જોઈએ, પંરતુ કોંગ્રેસ કઈં જ ન કર્યુ. રાજસ્થાનમાં પણ કોંગ્રેસે ઘોષણાપત્રમાં પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓ અને શીખોને નાગરિકતા આપવાની વાત કરી હતી. એનો મતલબ, તમે કરો તો સાચુ અને મોદીજી કરે તો વિરોધ કરો છો."
ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશમાં વિશેષ જન જાગૃતિ અભિયાન ચલાવશે. જેના અંતર્ગત અમિત શાહે આજે લખનઉમાં જન જાગૃતિ માટે રોલીનું સંબોધન કર્યુ હતું. આ સાથે જ ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 23 જાન્યુઆરીએ આગ્રામાં આયોજીત થનારી રેલીનું સંબોધન કરશે. મળતી માહિતી અનુસાર ભાજપ છ રેલીઓ કરશે.