શ્રમ અને રોજગાર રાજ્ય પ્રધાન સંતોષ ગંગવારે રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ કુમાર કેતકર દ્વારા દરેક ક્વાર્ટરમાં બેરોજગારી દરને વધવા પર એક પ્રશ્નના જવાબમાં આ આંકડાઓને જાહેર કર્યા હતા.
આ મુદ્દાને લઇને કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું કે, આંકડાઓને લઇને ભાજપ સરકારને વખોડી હતી. તેઓએ કહ્યું કે, "ભાજપ પક્ષ માત્ર હેડલાઇનના સંચાલનમાં રસ રાખતા હોય છે. " નહીં કે અર્થવ્યવસ્થાના સંચાલનમાં."
વધુમાં જયવીરે જણાવ્યું કે, ભાજપે બેરોજગારીની ભેટ આપી છે. દેશને નોકરીમુક્ત અને દેશના યુવાને રોજગારમુક્ત બનાવવો ભાજપ સરકારનો ઉદેશ છે.
ભાજપનું મિશન દેશમાં ધર્મના નામે નફરત અને હિંસાની રાજનીતિ કરીને દેશનું ધ્યાન ભટકાવે છે.
ભારતમાં બેરોજગારીનો દર આંતરરાષ્ટ્રીય દરથી ડબલ: કોંગ્રેસ - ભાજપ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદ ભવનમાં દેશના ગ્રામીણ વિસ્તારમાં વધેલી બેરોજગારીને લઇને આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ મુજબ ભારતના ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનો વ્યાપ વધીને 2017-18માં 5.3 પર પહોંચ્યો છે. 2013-14માં બેરોજગારીનો દર 2.9% હતો.
![ભારતમાં બેરોજગારીનો દર આંતરરાષ્ટ્રીય દરથી ડબલ: કોંગ્રેસ ભારતમાં બેરોજગારીનો દર આંતરરાષ્ટ્રીય દરથી ડબલ: કોંગ્રેસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5212991-256-5212991-1575013143342.jpg?imwidth=3840)

Conclusion: