લંડન (યુકે): સગર્ભાવસ્થા દરમીયાન માતામાંથી તેના નવજાત બાળકમાં Covid-19નું પ્રસરણ થવુ અસામાન્ય છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે જ્યારે બાળક યોનિમાર્ગથી જન્મ્યુ હોય, તેને સ્તનપાન કરવવામાં આવતુ હોય અથવા તેના માતાપિતા સાથે તેનો સંપર્ક કરવાની પરવાનગી આપવામાં આવી હોય એ સંજોગોમાં પણ સંક્રમણનું જોખમ ખુબ મોટુ હોતુ નથી.
ઓબ્સ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજીની આંતરરાષ્ટ્રીય જર્નલ BJOG માં પ્રસિધ્ધ થયેલા અભ્યાસ પ્રમાણે જે શીશુઓના Covid-19 રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેમાંના મોટાભાગના શીશુઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો દેખાયા ન હતા.
યુકેની નોટીંગહામ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો સહિતના સંશોધકોના મતે, માતાથી બાળકને થતા Covid-19ના સંક્રમણના જોખમને રોકવા માટે બાળકનો જન્મ સીઝેરિયનથી કરવો વધુ સલામત છે તેમજ બાળકનો જન્મ થતાની સાથે જ તેને તેની માતાથી અલગ રાખવુ જરૂરી છે તેમજ બાળક માટે ફોર્મ્યુલા ફીડની પેટર્ન અપનાવવી વધુ સુરક્ષીત છે.
જો કે સંશોધનકારોએ કહ્યુ હતુ કે આ દીશાનિર્દેશોને ટેકો આપવા માટે ખુબ ઓછા પુરાવાઓની જરૂર છે.
હાલના રીવ્યુ રીસર્ચમાં વૈજ્ઞાનિકોએ આ વિષયને લગતા 49 અભ્યાસનું વ્યવસ્થીત વિશ્લેષણ કર્યુ છે.
આ રીવ્યુમાં 666 નવજાત શીશુ અને 655 માતાઓના (કેટલીક માતાઓએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો) વિશ્લેષણને સામેલ કરવામાં આવ્યુ છે.
આ સંશોધકોના મતે, જે માતાઓએ બાળકોને યોનીમાર્ગથી જન્મ આપ્યો હતો તેવી આઠ માતાઓમાંથી માત્ર 292 (2.7%) માતાઓના શીશુઓના Covid-19 રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
જે માતાઓએ સીઝેરીયનથી બાળકોને જન્મ આપ્યો હતો તેવી 364 માતાઓમાંથી 20 (5.3%) શીશુઓના Covid-19ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આ તારણો પરથી સંશોધકોએ જણાવ્યુ હતુ કે, નવજાત બાળકને Covid-19નું ઇન્ફેક્શન અસામાન્ય છે તેમજ જે બાળકો સંક્રમીત થયા છે તે બાળકોમાં વાયરસના લક્ષણો પણ દેખાયા નથી.
તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે બાળકનો જન્મ યોનિમાર્ગથી થયો હોય, તેને સ્તનપાન કરાવવામાં આવ્યુ હોય અથવા તેના જન્મ બાદ તુરન્ત તેનો સંપર્ક તેની માતા સાથે કરાવવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં પણ બાળકને ચેપ લાગવાનો દર ઉંચો નોંધાયો ન હતો.
યુનિવર્સીટી ઓફ નોટીંગ્હામના સંશોધક અને આ અભ્યાસના સહ-લેખક, કેટ વૉકરે જણાવ્યુ હતુ કે, “જો કોઈ સગર્ભા માતા Covid-19થી સંક્રમીત થાય છે તો તેને તેના બાળકના સ્વાસ્થ્યની ચીંતા કરવી જોઈએ કે કેમ તેને લઈને અનેક તર્કો અને દલીલો હોઈ શકે છે.”
વૉકરે આગળ જણાવ્યુ હતુ કે, “જે સગર્ભાઓ વાયરસથી સંક્રમીત થયા હતા તે માતાઓના બાળકોના જન્મની પદ્ધતિ, તેમને ખોરાક આપવાની પદ્ધતિ અને માતા અને બાળકનો સંપર્ક, આ તમામ પાસાઓ બાળકને વાયરસથી સંક્રમીત થવાના જોખમમાં કેટલો વધારો કરે છે તેના પરીણામો અમારા અભ્યાસનો મુખ્ય હેતુ છે.”
તેમણે ઉમેર્યુ હતુ કે Covid-19થી નવજાતને ચેપગ્રસ્ત થવાની સંભાવના ખુબ ઓછી છે.
વૉકરે જણાવ્યુ હતુ કે, “અમે એ વાત પર પણ ભાર મુકી રહ્યા છીએ કે જે માતાઓ આ પરીસ્થીતિમાંથી પસાર થઈ રહી છે તેમની માટે યોનિમાર્ગથી બાળકનો જન્મ અને સ્તનપાન સુરક્ષિત છે.”