ભોપાલ (મધ્ય પ્રદેશ): મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની સરકારે મહિલા અપરાધોને લઇ મધ્યપ્રદેશમાં કડક વર્તન દર્શાવ્યું છે. આ કેસ ઉજ્જૈનનો છે, જ્યાં સગીર પર 11 મહિના સુધી દુષ્કર્મ કરનાર આરોપી આબકારી સબ ઇન્સપેક્ટર પંકજ જૈનને નોકરીમાંથી બરતરફ કરાયો છે.
મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે અધિકારીઓને સૂચના આપી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, સરકાર આવા અપરાધો માટે ઝીરો ટોલરેન્સ પર કામ કરી રહી છે અને મહીલાઓ સાથે કરવામાં આવેલી આવી ઘટનાઓ સરકાર સહન નહીં કરે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ગુનાઓ પર કાબૂ મેળવવા માટે એક દિવસ પહેલા પોલીસ અને વહીવટી અધિકારીઓની હેઠકમાં હાજર રહેવાની સૂચના આપી હતી.
મહિલાઓ અને યુવતીઓ પર થતા ગુનાઓ પર કડક પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાના જણાવ્યા અનુસાર સરકાર ગુનાઓ પ્રત્યે ખૂબ ગંભીર છે અને તમામ માફિયાઓ સામે ઝૂંબેશ ચલાવી રહી છે.
ઉજ્જૈનના આબકારી સબ ઇન્સપેક્ટર પંકજ જૈનને 17 વર્ષીય તેમની કામવાળી પર 11 મહિનાથી સતત દુષ્કર્મ કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, તેમણે સગીરનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો.