જમ્મુ-કાશ્મીર: આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સેનાના જવાનો આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. 17 જૂનના રોજ ડીઆઈજી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણમાં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 17 દિવસમાં સેનાના જવાનોએ 27 આતંકીઓને ઠાર માર્યા છે.