ETV Bharat / bharat

ટ્વીટર દ્વારા મહત્વનો નિર્ણય, રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ - ટ્વીટર ન્યૂઝ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ટ્વીટરે વૈશ્વિક સ્તરે તમામ પ્રકારની રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય રાજનેતાઓ દ્વારા ફેલાતી અફવાઓને રોકવા માટે લેવામાં આવ્યો છે. જેની જાણકારી ટ્વીટરના CEO જેક ડોર્સીએ ટ્વીટ કરીને આપી હતી.

રાજકીય જાહેરાતો પર ટ્વીટરનો પ્રતિબંધ
author img

By

Published : Nov 1, 2019, 12:21 PM IST

ટ્વીટરે સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને આક્રમક અફવાનઓ અટકાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ટ્વીટરે તમામ પ્રકારની રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી હવે કોઈ પણ રાજકીય પક્ષ ટ્વીટર પર જાહેરાત કરી શકશે નહીં.

આ અંગે વાત કરતાં ટ્વીટરના CEO જેક ડોર્સીએ જણાવ્યું હતું કે, રાજકારણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વોટબેન્ક ભરવા માટે થાય છે. ટ્વીટર પર વ્યવસાયકારો વિજ્ઞાપનકર્તાઓનો વધુ પ્રભાવ છે. જેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરવામાં થાય છે. જેનાથી લાખો લોકો પ્રભાવિત થાય છે.

આ ઉપરાંત જેક ડોર્સીએ કહ્યું હતું કે, અમે પહેલા રાજકીય મુદ્દાઓની સાથે-સાથે જાહેરાતો પર પણ પ્રતિબંધ રહેશે. અમે પહેલા ફક્ત ઉમેદવારોની જાહેરાતો પર જ પ્રતિબંધ લાદવાના હતા. પરંતુ એ પણ યોગ્ય નથી કે, તેઓ રાજકીય મુદ્દાથી જોડાયેલી જાહેરાતોને ખરીદી લે. આથી આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રાજકીય જાહેરાતોને બંધ કરવામાં આવી છે.

આ મુદ્દાને લઈને અંતિમ ઘોષણા 11 નવેમ્બરે કરવામાં આવશે અને વૈશ્વિક સ્તરે 22 નવેમ્બર 2019થી લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફેસબુકે પણ રાજકીય જાહેરતોને બાય-બાય કરી દીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.