બંને પૂર્વ ક્રિકેટર વચ્ચેની ટિવટર વૉરના કેન્દ્રમાં 370ની કલમ છે. ભારત સરકારે ઓગષ્ટ મહિનાની શરુઆતમાં જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. ત્યારપછી આફ્રિદીએ કહ્યુ હતું કે, 'તેઓ કાશ્મીરના લોકોની પડખે છે. તેઓ આ માટે નિયત્રંણ રેખાની મુલાકાત પણ લેશે.
આફ્રિદીના આ નિવેદન પછી ગંભીરને ગુસ્સો આવ્યો હતો. ગંભીરે આફ્રિદીની ટિવટનો સ્ક્રીન શૉટ મુકી લખ્યુ હતું કે,' મિત્રો, આ તસવીરમાં શાહિદ આફ્રિદી પોતે જ આફ્રિદીને પુછી રહ્યા છે કે તેમણે શાહિદ આફ્રિદીને ક્યારે શરમમાં મુકવા જોઈએ. જેનાથી એ સાબિત થાય છે કે, આફ્રિદી હજુ પણ મોટા થયા નથી. હું તેમના માટે બાળકોના ખાનગી શિક્ષક ઓર્ડર કરી રહ્યો છું.'
તેમણે એમ પણ લખ્યુ હતું કે,' કેટલાક લોકો ક્યારેય મોટા થતાં નથી. તેઓ ક્રિકેટ રમે છે પણ ઉંમરની સાતે તેમની બુદ્ધિનો વિકાસ નથી થયો'
આ પહેલા પણ આફ્રિદીએ પોતાના ટિવટમાં લખ્યુ હતું કે' ચાલો આપણે બધા એક દેશ તરીકે એકજુટ થઈ પ્રધાનમંત્રીની કાશ્મીર માટેની પ્રાર્થનાનો ભાગ બનીએ. શુક્રવારે બપોરે 12 વાગ્યે મજાર-એ-કૈદ ખાતે ઉપસ્થિત રહીશ. મારી સાથે કાશ્મીરીઓની એકજુટતા માટે જોડાઈએ. હું જલ્દી LOC જઈશ.'