ન્યૂઝ ડેસ્ક: “એક દિવસ આ અદૃશ્ય થઈ જશે… આ ચમત્કાર જેવું છે – એ અદૃશ્ય થઈ જશે” - ગત ફેબ્રુઆરી મહિનામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવી વાણી ઉચ્ચારી હતી. કોરોના મહામારી આવી તેનું બહાનું આગળ કરીને તેમનો બદઈરાદો ચૂંટણીને પણ ટાળી દેવાનો હતો. “નાગરિકો યોગ્ય રીતે, સલામત રીતે મતદાન ના કરી શકે ત્યાં સુધી ચૂંટણીને વિલંબ”માં નાખી દેવાનો ઈરાદો હતો. મતદાન માટે સાર્વત્રિક રીતે મેઈલ એટલે કે પોસ્ટનો ઉપયોગ કરવાનો વિચાર પણ તેમને પસંદ પડ્યો નહોતો. પોતાનો જનમત છિનવી લેવા માટેનું આ કાવતરું છે એવું તેમનું કહેવું હતું.
નવેમ્બર 2020માં અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ ત્યારે મહામારી વચ્ચે પણ દેશના ઇતિહાસનું સૌથી વધુ મતદાન થયું. મહત્ત્વના ગણાતા રાજ્યોમાં મતદારોનો ઝોક ડેમોક્રેટ પક્ષ તરફ છે એવું દેખાવા લાગ્યું ત્યારથી જ ટ્રમ્પ આકળવિકળ થવા લાગ્યા હતા અને બેફામ બોલવા લાગ્યા હતા.
ચૂંટણીના પરિણામો આવી ગયા તે પછીય ટ્રમ્પે વ્હાઇટ હાઉસને વળગી રહેવા માટે જાતભાતના પેંતરા કરવાનું શરૂ કર્યું. સૌથી વધુ ખતરનાક પગલું તેમણે છેલ્લે સંસદના બંને ગૃહોમાં ચૂંટણી પરિણામોને અને ઇલેક્ટોરલ વૉટ્સને સત્તાવાર મંજૂર કરી દેવાની કાર્યવાહી થવાની હતી ત્યારે લીધું. કેપિટલ હિલ ખાતે બંને ગૃહો મળ્યા હતા અને ઇલેક્ટોરલ વૉટ્સને સર્ટિફાઇ કરવાનું કામ ચાલતું હતું ત્યારે ત્યાં જઈને હુમલો કરવા માટે ટ્રમ્પે ઉશ્કેરણી કરી. વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ આ કામગીરી ના કરે અને સમગ્ર મામલાને ખોરંભે ચડાવી દેવા માટે ટ્રમ્પે તેના ટેકેદારોની ઉશ્કેરણી કરી હતી.
ચૂંટાયેલા સાંસદો અને સેનેટરોએ સુરક્ષા માટે દોડભાગ કરવી પડી, કેમ કે ઉગ્ર મિજાજના ટ્રમ્પના ટેકેદારો લોકશાહીના મંદિરસમી સંસદમાં ઘૂસી ગયા અને હિંસા કરવા લાગ્યા. ધમાલમાં ચારના મોત થયા. ટ્રમ્પ તેના ઉદ્દામવાદી ટેકેદારોને હિંસા માટે કેવી રીતે ઉશ્કેરણી કરી શકે છે તેનો વરવો નમૂનો મળી ગયો. ટ્રમ્પના ટેકેદારોનો આ ત્રાસવાદી હુમલો હતો, જેને અમેરિકાની મૂળભૂત લોકતાંત્રિક પ્રણાલીને ધ્વસ્ત કરી દીધી.
જમણેરી ટેકેદારોની હિંસા માટે ઉશ્કેરણી કરવાની તેની મનોવૃતિ સ્પષ્ટ થઈ ગઈ અને સમગ્ર દુનિયામાં અમેરિકાની ફજેતી થઈ. હિંસા કરીને વ્હાઇટ હાઉસ કબજે કરી લેવાની ટ્રમ્પની દાનતને કારણે સમગ્ર દુનિયામાં સૌથી જૂની લોકશાહી એવી અમેરિકાની બદનામી થઈ.
તેમના પોતાના રિપબ્લિકન પક્ષના સાંસદો અને સેનેટરોએ પણ વિરોધ કર્યો તે પછી ટ્રમ્પ માટે પીછેહઠ કર્યા સિવાય છૂટકો નહોતો. આખરે તેમણે પોતે સત્તા છોડી દેશે અને સત્તા હસ્તાંતરણની વિધિ નિર્વિઘ્ને પાર પાડવા દેશે એવું કહેવાની ફરજ પડી.
જ્યોર્જ વૉશિંગ્ટને 225 વર્ષ પહેલાં ચેતવણી આપી હતી કે રાજકીય પક્ષો અંદરોઅંદર બાખડ્યા કરશે તો લોકશાહીમાં અંધાધૂંધી ઊભી થશે. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે સ્વાર્થી નેતાઓ આવશે ત્યારે તેઓ આવી સ્થિતિનો લાભ પોતાના સ્વાર્થ ખાતર લેશે.
મહાસત્તા તરીકેની ઓળખ અને બંધારણમાં સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી છતાં અમેરિકામાં સામાજિક ભેદભાવ ઊભો થયો છે. તેના કારણે જાગેલો અસંતોષ વધી રહ્યો છે. અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ તરીકે બે મુદત માટે આઠ વર્ષ સુધી બરાક ઓબામા સત્તા પર રહ્યા હતા. તે પછી ટ્રમ્પે રંગભેદી ઉશ્કેરણી કરીને ગત ચૂંટણી વખતે વિજય મેળવ્યો હતો. ટ્રમ્પની ઉશ્કેરણીજનક કેમ્પેઇનને કારણે જ્યોર્જ વૉશિંગ્ટનના શબ્દો સાચા પડતા હોય તેવું લાગતું હતું.
અમેરિકા ફર્સ્ટના નારા સાથે સત્તા પર આવેલા ટ્રમ્પે દેશની બધી સિસ્ટમ્સને તોડી પાડી અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બેફામ વર્તન દાખવ્યું હતું. છેલ્લે હાર્યા પછીય સંસદ ભવન પર તેમના તોફાની ટેકેદારોએ હુમલો કર્યો એ આગલા બધા ગેરવર્તનને વટી જાય તેવો ત્રાસવાદી પ્રકારનો હુમલો હતો.
લડાઈ તો હજી શરૂ થઈ છે એમ કહીને ટ્રમ્પ 2024ની ચૂંટણી માટે તૈયારી કરવા લાગ્યા છે. જોકે અમેરિકામાં મત ઊભો થઈ રહ્યો છે કે દેશના હિત ખાતર ટ્રમ્પને તાકિદે પ્રમુખપદેથી હટાવવા જોઈએ. એટલું જ નહિ ભવિષ્યમાં મહત્ત્વના હોદ્દા પર ના આવી શકે તેવા પ્રતિબંધો તેમની સામે મૂકવા જોઈએ. ડેમોક્રેટ્સને હવે સંસદના બંને ગૃહોમાં બહુમતી મળી છે. તેમની સામે મોટો પડકાર એ છે કે અમેરિકામાં જોર પકડી રહેલા વિભાજનના રંગભેદના પ્રવાહને પલટાવવો.
ટ્રમ્પના ટેકેદારોનો ત્રાસવાદી હુમલો - America
“એક દિવસ આ અદૃશ્ય થઈ જશે… આ ચમત્કાર જેવું છે – એ અદૃશ્ય થઈ જશે” - ગત ફેબ્રુઆરી મહિનામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવી વાણી ઉચ્ચારી હતી. કોરોના મહામારી આવી તેનું બહાનું આગળ કરીને તેમનો બદઈરાદો ચૂંટણીને પણ ટાળી દેવાનો હતો. “નાગરિકો યોગ્ય રીતે, સલામત રીતે મતદાન ના કરી શકે ત્યાં સુધી ચૂંટણીને વિલંબ”માં નાખી દેવાનો ઈરાદો હતો.