ETV Bharat / bharat

અફઘાનિસ્તાન સમાધાનને કારણે ટ્રમ્પે મોટેરામાં કર્યા પાકિસ્તાનના વખાણ - વડાપ્રધાન મોદી

ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના નવા તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવારે ભાષણ આપતા ત્રાસવાદનો સામનો કરવાની વાત કરી, પણ પાકિસ્તાન સામેની તેમની ભાષા નરમ હતી. “અમેરિકા અને ભારત ત્રાસવાદને રોકવા માટે સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેના કારણે જ હું સત્તામાં આવ્યો છું, ત્યારથી પાકિસ્તાન સાથે સકારાત્મક રીતે કામ કરી રહ્યો છું, જેથી ત્રાસવાદી સંસ્થાઓ સામે અને પાકિસ્તાની સરહદે સક્રિય ઉદ્દામવાદીઓ સામે કાર્યવાહી કરી શકાય.”

ETV BHARAT
અફઘાનિસ્તાન સમાધાનને કારણે ટ્રમ્પે મોટેરામાં કર્યા પાકિસ્તાનના વખાણ
author img

By

Published : Feb 25, 2020, 11:46 PM IST

ન્યૂઝ ડેસ્કઃ "તે શું એ તમને ખબર છે? આપણે 5 કલાક વીતાવ્યા હોય અને પછી કહેવાનું હોય કે થેન્ક્યૂ તમારા લાયબ્રેરીના ઉપયોગ બદલ. મને ખબર નથી અફઘાનિસ્તાનમાં તેનો ઉપયોગ કોણ કરી રહ્યું છે,” આવું ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી 2019માં કહ્યું હતું. ભારતે અફઘાનિસ્તાનને મદદ કરી હોય તેનો ઉલ્લેખ કરીને તેમણે મજાક કરી હતી કે, ભારતની મદદ લાયબ્રેરી બનાવવા આપવા જેટલી છે. કદાચ ટ્રમ્પ ભારતે અફઘાન સંસદની ઇમારત ચણવામાં કરેલી મદદની વાત કરી રહ્યા હતા. 2015માં નવા સંસદ ભવનનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું તેનો ઉલ્લેખ લાયબ્રેરી કદાચ ટ્રમ્પ કરી રહ્યા હતા.

યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળોને પાછા ખેંચી લેવાની જાહેરાત કરવા માટે તેમણે પત્રકાર પરિષદ બોલાવી હતી તેમાં ટ્રમ્પે ભારતની આવી મજાક ઉડાવી હતી. ભારત તેનાથી નારાજ થયું હતું અને જણાવ્યું હતું કે, ભારતે 3 અબજ ડૉલરની સહાય અફઘાનિસ્તાનને આપી છે અને તે રીતે દેશને ફરીથી બેઠો થવામાં મદદ કરી છે. સાથે જ એ વાત જણાવી હતી કે, અફઘાનિસ્તાનના લોકોમાં અમેરિકા કે પાકિસ્તાન કરતાં ભારત માટે વધારે લાગણી છે.

એ જ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના નવા તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવારે ભાષણ આપતા ત્રાસવાદનો સામનો કરવાની વાત કરી, પણ પાકિસ્તાન સામેની તેમની ભાષા નરમ હતી. “અમેરિકા અને ભારત ત્રાસવાદને રોકવા માટે સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેના કારણે જ હું સત્તામાં આવ્યો છું, ત્યારથી પાકિસ્તાન સાથે સકારાત્મક રીતે કામ કરી રહ્યો છું, જેથી ત્રાસવાદી સંસ્થાઓ સામે અને પાકિસ્તાની સરહદે સક્રિય ઉદ્દામવાદીઓ સામે કાર્યવાહી કરી શકાય,” એમ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કહ્યું.

બરાક ઓબામાએ 2010 અને 2015માં પોતાની ભારત મુલાકાત વખતે પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હતી. તેનાથી વિપરિત ટ્રમ્પે માત્ર ભારતની જ મુલાકાત લીધી અને પાકિસ્તાન જવાનું ટાળ્યું છે. આમ છતાં એવા સમયે આ પ્રવાસ યોજાયો હતો કે, જ્યારે પાકિસ્તાનને પંપાળવું જરૂરી બને. અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિમંત્રણ આખરી તબક્કામાં છે અને પાકિસ્તાનની સહાયથી તેના પર કરાર થવાની તૈયારી છે.

“પાકિસ્તાન સાથે અમારા સંબંધો ઘણા સારા છે. આ પ્રયાસોને કારણે પાકિસ્તાન સાથે કામ કરવાની બાબતમાં ઘણી પ્રગતિ થઈ છે અને અમને આશા છે કે અમે ટેન્શન ઘટાડી શકીશું, વધારે સ્થિરતા લાવી શકીશું અને દક્ષિણ એશિયાના બધા દેશો માટે હાર્મની સર્જી શકીશું,” એમ અમેરિકન પ્રમુખે કહ્યું હતું.

“ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનનો ઉકેલ લાવવા માગે છે. ફરીથી જીતવા માટે તેમણે આમ કરવું જરૂરી છે. નવેમ્બર 2020માં ચૂંટણી યોજાય તે પહેલાં તેઓ અમેરિકન સૈનિકોને પરત બોલાવી લેવા માગે છે,” એમ આનંદ અરણી કહે છે. બેંગાલુરૂની તક્ષશીલા ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટેલિજન્સ એનેલિસ્ટ અને રૉના ભૂતપૂર્વ સચિવ અરણી માને છે કે, ટ્રમ્પ માટે આ કરાર અગત્યનો છે. આ બાબતમાં તેમણે જાન્યુઆરી 2018માં ટ્વીટ્સ કરીને પાકિસ્તાનને ધમકાવ્યું પણ હતું, પરંતુ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ‘સારા દોસ્ત’ પણ કહે છે. આ વર્ષે દાવોસમાં તેઓ મળ્યા ત્યારે અને તે અગાઉ ઇમરાન ખાન વ્હાઇટ હાઉસની મુલાકાતે હતા ત્યારે પણ તેમણે ખાનને સારા મિત્ર ગણાવ્યા હતા.

“અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કામ પ્રમાણેના છે. અમેરિકા ગત 1 વર્ષથી પાકિસ્તાન પર આધાર રાખીને બેઠું હતું અને પાકિસ્તાને પણ હવે અફઘાનિસ્તાનમાં સમજૂતિ થઈ શકે તે માટેના પોતાના પ્રયાસોને લગભગ પાર પાડ્યા છે. શાંતિ કરાર થાય તે પહેલાં શસ્ત્રવિરામ અને હિંસા બંધ કરવાનો તબક્કો ગયા શનિવારથી જ શરૂ થયો છે. તેથી ગુજરાતમાં ટ્રમ્પે જે ઉચ્ચારણો કર્યા તેનાથી આશ્ચર્ય થવું જોઈએ નહિ,” એમ પાકિસ્તાન ખાતે હાઇ કમિશ્નર તરીકે રહી ચૂકેલા રાજદ્વારી શરત સબરબાલ કહે છે. તેઓ ઉમેરે છે કે, ત્રાસવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકા પાકિસ્તાનને કહેતું રહે છે ખરૂં, પરંતુ અફઘાનમાંથી લશ્કરી દળો હટી ના જાય ત્યાં સુધી અમેરિકા તેના પર બહુ દબાણ કરવાનું નથી.

બીજી બાજુ અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતિ થઈ રહી છે, પણ તેમાં પાકિસ્તાનની ભૂમિકાને કારણે ભારતને ચિંતા છે. સમજૂતિ પછી અમેરિકાના સૈનિકો ત્યાંથી હટી જશે અને તો અફઘાનમાં જ લશ્કરે તૈયબા જેવા ત્રાસવાદી જૂથોના તાલીમ અડ્ડા શરૂ થઈ જશે. આ ઉપરાંત ત્યાં લડતા આતંકવાદીઓને કાશ્મીરમાં ઘૂસાડવાની કોશિશ થશે તો ભારતની ચિંતા વધશે.

નવી દિલ્હીમાં બન્ને દેશો વચ્ચે વાતચીત થશે ત્યારે ભારત આ બાબતમાં પોતાની ચિંતા ટ્રમ્પ સમક્ષ વ્યક્ત કરશે. બીજી બાજૂ અશરફ ઘાનીને અફઘાનિસ્તાનના પ્રમુખ ચૂંટાયેલા જાહેર કરાયા તે ચૂંટણીના પરિણામો સામે અબ્દુલ્લા વિરોધ કરી રહ્યા છે. આ રીતે ચૂંટણીના પરિણામો અંગે જ અફઘાનિસ્તાનમાં આંતરિક રાજકીય સંઘર્ષ વધશે તો તેના કારણે તાલિબાન સાથે સત્તામાં ભાગીદારી અંગેની વાટાઘાટો પણ પડી ભાંગે તેવી શક્યતા છે.

બીજી બાજૂ ભારત એ વાતની પણ કાળજી લેવા માગે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વાર કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની વાત ના કરે. ઇસ્લામાબાદની રાજી રાખવા માટે તેઓ આવી વાત કરે તે ભારતને પરવડે તેમ નથી. ભારતે આવી મધ્યસ્થીની વાતને વારંવાર નકારી કાઢી છે. ભારતે વારંવાર સ્પષ્ટ કહ્યું છે કે, કાશ્મીરનો મામલો દ્વિપક્ષી જ છે.

-સ્મિતા શર્મા, નવી દિલ્હી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.