TRSએ ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 119માંથી 88 સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસ 19 અને AIMIMએ સાત જ્યારે TDP અને ભાજપે એક એક સીટ જીતી હતી. એક અપક્ષ ધારાસભ્ય ફોરવર્ડ બ્લોકમાંથી જીતીને આવ્યા હતાં. આ બંને આગળ જતાં TRSમાં સામેલ થઈ ગયા હતાં. ત્યાર બાદ માર્ચની શરૂઆતમાં કોંગ્રેસ પાર્ટી છોડવાનો સિલસિલો ચાલું થઈ ગયો હતો અને ગત્ અઠવાડિયામાં પાર્ટીના 12માં ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. આ 12 ધારાસભ્યોને TRSના અધ્યક્ષે પાર્ટીમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી છે. જે સાથે જ સદનમાં TRSના સદસ્યની સંખ્યા 103 થઈ ગઈ છે.
કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 6 સુધી મર્યાદિત રહ્યા બાદ AIMIMએ જણાવ્યું હતું કે, તેઓ વિરોધ પક્ષના નેતા પદ માટે દાવો કરશે, કારણ કે તેમની પાસે સાત ધારાસભ્યો છે. તેથી પ્રશ્ન ઉઠે છે કે, AIMIM ખરેખર વિરોધ પક્ષ છે કે કેમ? TRS અને AIMIM પાર્ટી બંને એકબીજાને મિત્ર ગણાવતા આવ્યા છે અને તેમણે વિધાનસભા અને લોકસભા ચૂંટણી બંનેમાં પરસ્પર સંમતિથી ચૂંટણી લડી હતી.
TRSના પ્રવક્તા આબિદ રસૂલ ખાને કહ્યું કે, અમે શરુઆતથી કહી રહ્યા છીએ કે, અમે કોઈ વિપક્ષ મુક્ત વિધાનસભા માટે કામ નથી કરી રહ્યા. તેમણે દાવો કર્યો છે કે, આ ધારાસભ્યોએ નેતૃત્વ, દૂરદ્રષ્ટિ અને સારા પ્રદર્શનના અભાવને કારણે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.
તેમણે કહ્યું હતું કે, અમે લોકશાહી વ્યવસ્થાની સામે કંઈ પણ નથી કરી રહ્યા. જો કોંગ્રેસ પોતે જ અલગ થઈ રહી છે તો, અમે પાર્ટીને ઊભી કરી શકતા નથી. કોંગ્રેસની સાથે ગઠબંધન કરી ચૂંટણી લડનારા TJSના પ્રમુખ પ્રૉ. એમ કોડંડરમે આ વાતને નામંજૂરી દર્શાવી છે. તેમણે દાવો કર્યો છે કે, આ પક્ષપલટાનું પરિણામ નિરાશાવાદ અને એક પાર્ટીનું પ્રભુત્વ હશે જે લોકોના હિતોની વિરુદ્ધ હશે.
તો આંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના તેલંગણાના પ્રભારી આર.સી. ખુંટિયાએ કહ્યુ કે, જ્યારે સત્તારુઢ પાર્ટીની પાસે બહુમતી છે તો, તેમણે બીજી રાજકીય પાર્ટીઓ પાસેથી ધારાસભ્યો ખરીદવાની શું જરુર છે.