ઉત્તરપ્રદેશઃ ઉન્નાવના ઔરસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પુરણ ખેડા ગામમાં આજે ઉન્નાવ ત્રિપલ મર્ડરથી હચમચી ઉઠ્યું હતું. માતા અને બે માસૂમ પુત્રીઓની હત્યા કરીને આરોપીએ મૃતદેહને ગામના તળાવમાં નાખી દીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમની મદદથી હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષકે હત્યા પાછળ કૌટુંબિક કારણ હોવાનુું જણાવ્યું હતું. આ ત્રણેયના મૃતદેહ તળવામાંથી મળ્યા હતા. જેમના ગળે કપડાનો ફંદો જોવ મળ્યો મીડિયા સાથે વાત કરતાં પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ઔરાસ પોલીસ સ્ટેશનના વિસ્તારના ખેડા ગામમાં માતા સાથે તેની દીકરીઓની હત્યા કરાવામાં આવી છે. આ ઘટનાના પાછળ કૌટંબિક કારણ હોવાની આશંકા છે. હાલ, મૃતકના દિયરની પોલીસે અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે.