બીરભૂમ: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક આદિવાસી મહિલા સાથે કથિત રીતે ગેંગ રેપ આચરવાનો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘટનાની સૂચના મળતા પોલિસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
ગેંગ રેપની ઘટના 18 ઓગસ્ટના રોજ બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ મુજબ, સ્થાનિક લોકોએ મહિલાને બચાવી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હાલ હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ 5 લોકોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
શનિવારે આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે કેસમાં તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.