આ અંગે રેલ્વે વિભાગે પણ કહ્યું હતું કે, ફાની તૂફાનને ધ્યાને રાખી કલકત્તા-ચેન્નઈ રૂટ પર ઓડિશા તટીય વિસ્તાર નજીક 223 ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે અહીં ફસાયેલા લોકો માટે ત્રણ વિશેષ ટ્રેન લગાવી છે. રદ કરેલી ટ્રેનમાં 140 મેલ, એક્સપ્રેસ તથા 83 પેસેન્જર ટ્રેન સામેલ છે.
રેલ્વે પ્રવક્તાએ કહ્યું હતું કે, તૂફાનના કારણે કલકત્તા-ચેન્નઈ રૂટ પર ભદ્રક વિજયનગરમ ખંડ ચાર મેં બપોર સુધી તમામ ટ્રેન રદ કરી નાખી છે.
ફાનીને કારણે આગામી 24 કલાક માટે ઓડિશાના ભુવનેશ્વરથી કોઈ પણ ફ્લાઈટ ઉડાન ભરશે નહીં.