ETV Bharat / bharat

TOP NEWS @ 4 PM : વાંચો બપોરના 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top news

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top news
મુખ્ય સમાચાર
author img

By

Published : May 12, 2020, 4:09 PM IST

કોરોના વાઇરસથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. 22 માર્ચથી પ્રથમ લોકડાઉન આપ્યા બાદ ફરી ત્રીજું લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેનો સમય 17 મે ના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ ફરીથી લોકડાઉનની જરૂર છે કે નહીં તે બાબતે આજે પીએમ મોદીએ રાજ્યના તમામ સીએમ સાથે વીડિયો કોંફરન્સ યોજીને સમીક્ષા કરી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં 17 મે બાદ લગભગ લોકડાઉન પૂર્ણ થશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 327 મતોથી ઘોળકા વિધાનસભા બેઠક પરથી જીત થઇ હતી. જેમાં કોગ્રેસ પક્ષના ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. જેનો આજે મંગળવારે હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય આપ્યો છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે આજરોજ મંગળવારે રાત્રે 8 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ગઇકાલે સોમવારના રોજ બધા રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે કોરોના વાઇરસ અને લોકડાઉનને લઇને ચર્ચા કરી હતી. કોરોના વાઇરસ સામે લડવા માટે દેશમાં 17 મે સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ છે. રાત્રે આઠ કલાકે ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

અમદાવાદ શહેરના અમરાઈવાડી 132 ફૂટના મોડેલ રિંગરોડ પર આવેલ હિંદુસ્તાન બેકરીની પાછળ ભાઈપુરા વોડઁમાં શાકભાજી વેચતા ત્રણ સુપર સ્પેડર પુરુષોના રિપોટ કોરોના પોઝિટિવ આવતા તેઓને સિવિલ કોવિડ કેર હોસ્પિટલમાં 108 દ્વારા બપોરે 1 કલાકે સારવાર માટે લઈ જવાયા હતા.

કોરોના વાઇરસ નિયત વર્તમાન પરિસ્થિતિ અને રાજ્યમાં લોકડાઉનના પાલન બાબતે ગઈકાલે સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સ બાદ આજે મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ જિલ્લાના કલેક્ટરો, રેન્જ આઈ.જી, મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને 17 મે પછી લોકડાઉનમાં કઈ રીતે આંશિક રાહત આપી શકાય તે બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની પણ હવે હોમ ડિલિવરી થઇ શકશે. જેથી હોમ ડિલિવરી કરનારી એજન્સીઓના 500થી વધારે સ્ટાફનું સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્ક્રીનિંગ કરાયું હતું.

હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે બિહારમાં જમાતના કાર્યક્રમમાં બે મહિના પહેલા ગયેલા 10 જેટલા યુવાનો વલસાડ ખાતે પરત ફર્યા બાદ હાલ તેમને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. ત્યારે અલ્લાહની બંદગી કરતા આ તમામ યુવાનો માટે હિન્દુ-મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરતા અતુલ ગામના સરપંચ દ્વારા ઇફતાર માટે ફળો આપવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 12 મેની સવાર સુધી લગભગ 9 કલાકની આસપાસ (ભારતીય સમયાનુસાર) જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં 70,756 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. સરકાર અનુસાર કોરોના સંક્રમણનું ઇલાજ કરી રહેલા 22,454 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

દેશની સૌથી ચર્ચિત અને પ્રસિદ્ધ યુનિવર્સિટી JNUના વૈક્ષાનિકોએ આરટી-પીસીઆર કિટ બનાવી છે. આ કિટની ખાસીયત એ છે કે તે માત્ર 50 મિનિટમાં જ કોરોનાની રિપોર્ટ આપી દે છે. JNUના કુલપતિ પ્રો.એમ જગદીશ કુમારે આ બાબતે માહિતી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.