કોરોના વાઇરસના સંક્રમણને લઈને તાજેતરમા જ લોકડાઉન દરમિયાન અલંગ યાર્ડ ખાતે સરકારની ગાઈડ લાઈન અનુસાર નિયમોનું પાલન કરી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. શીપ કટિંગની કામગીરી કરતા પરપ્રાંતીય મજૂરોના વતન પરત ફરતા અલંગ યાર્ડની કામગીરી ઠપ થઇ જવાની ભીતિ શીપબ્રેકરો દ્વારા સેવાઈ રહી છે.
દેશવાસીઓ અને ખાસ કરીને શ્રમિકો માટે સૌથી રાહતના સમાચાર છે. ઇન્ડિયન રેલવે લોકડાઉન વચ્ચે 12 મે થી પેસેન્જર ટ્રેનની શરૂઆત કરાશે. તેવી રેલ્વે મંત્રાલએ જાહેરાત કરી છે.
મહેસાણા: હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાજધાની ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સના સન્માન માટે રાધનપુર ચાર રસ્તા અને તોરણવાળી ચોક ખાતે રોડ પેઇન્ટિંગ કરવામાં આવ્યુ છે. આ ચિત્ર 13 ફૂટ ઊભું અને 7 ફૂટ લાંબુ દોરવામાં આવ્યું છે. જેને બનાવવા માટે 5 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ પેઇન્ટિંગ દ્વારા ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરમેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, સ્વચ્છતા કર્મીઓ, સેવાભાવી સંસ્થાઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયા જેવા તમામ કોરોના યોદ્ધાઓના સન્માન માટે અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે.
ભાજપે રવિવારે જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાથી કોવિડ-19 કાબુમાં છે. કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને મોદી સરકારે કડક પગલા લઈ દેશને વિકટ પરિસ્થિતિને કાબુમાં રાખી દેશને બચાવ્યો છે.
ભારતીય રેલવેએ 12 મેથી 15 ટ્રેન દોડાવવાની ઘોષણા કરી છે. આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ચાલશે. રિઝર્વેશન માટે બુકિંગ 11 મે એ સાંજે ચાર વાગ્યાથી શરૂ થશે. સ્ટેશન પર તપાસ કર્યા બાદ પેસેન્જરને ટ્રેનમાં જવા દેવામાં આવશે.
મથુરામાં એક ખાનગી નર્સિંગ હોમમાં ફરજ બજાવતા ડૉક્ટર દંપતીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ નર્સિંગ હોમના સ્ટાફને ક્વોરેન્ટાઈ કરવામાં આવ્યો હતો.
લંડન/હૈદરાબાદ: એક અભ્યાસ અનુસાર. કોવિડ-19ને પેદા કરનાર સાર્સ કોવ-2 જીન, એટલે કે કોરોના વાઇરસ, ટૂંકા સમયમાં ઘણા ફેરફારો કરી શકે છે .વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, સાર્સ કોવ-2ના આ જીનોમાં 198 જેટલા ફેરફારો થયા હતાં.
સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યું કે, એકીકૃત યુદ્ધ સમૂહનું વ્યાપક પરીક્ષણ પુરૂ કરી લીધું છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે તેની તૈનાતી મોડી થઇ છે.
વાઇરસ સામે લડવા માટે 'ઓમેગા 3'યુક્ત આહાર લેવો જરૂરી!! કસરત દ્વારા શ્વેત કણોને સક્રિય કરવા!! હળદર, તલનું તેલ અને અળસી પણ લાભદાયી નીવડે છે!! અમેરિકન વિજ્ઞાની ડો. મદ્દીપતિ ક્રિષ્ના રાવે ઇટીવી ભારતને આપેલા ઇન્ટરવ્યૂના અંશો
પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી કામદારોને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેક પર ન ચાલવા અપીલ કરી છે.