નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના શેરી વિક્રેતાઓ સાથે વાતચીત કરશે. આપને જણાવી દઇએ કે, શેરી વિક્રેતાઓ વડા પ્રધાન સ્વાનિધિ યોજનાના લાભાર્થી છે. સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ (સ્વનિધિ યોજના) યોજના હેઠળ શેરી વિક્રેતાઓ અને નાના દુકાનદારોને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. નાના દુકાનદારોને રાહત આપવા માટે વડાપ્રધાન સ્વનિધિ યોજનાને જૂન મહિનામાં લાગુ કરવામાં આવી હતી. આ યોજના માટે કુલ 10 લાખથી પણ વધારે અરજીઓ આવી છે. જેમાં 3 લાખથી વધુ લોકો માટે રકમ મંજૂર કરવામાં આવી છે.
વડાપ્રધાનની વેન્ડર્સ સાથે વાતચીત
આજે પીએમ મોદી સ્વનિઘિ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરવાના છે. રિપોર્ટ અનુસાર આ યોજનાએ લોકડાઉનમાં મુશ્કેલી ભોગવી રહેલા લોકોને રાહત આપી છે. આપને જણાવી દઇએ કે, આ યોજનાની વાત કરતા કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે,આ યોજનાને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ ફેરિયાઓ, શેરી વિક્રેતાઓ, પદયાત્રીઓ માટે કામ કરતા લોકોને 10,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે. આ સૌથી સારી બાબત એ છે કે, આ રકમ આખા વર્ષ દરમિયાનમાં માસિક હપ્તામાં ચૂકવવવાની રહેશે.
અત્યાર સુધીમાં 10 લાખથી વધુ અરજી મળી છે
આ યોજનાને લઇને ફેરિયાઓ અને શેરી વિક્રેતાઓનું માનવું છે કે, પીએમ સ્વનિધિ યોજનાથી ખૂબ ઉંચા વ્યાજ વસૂલનારા મહાજનો પર નિર્ભરતા ઘટશે. આપને જણાવી દઇએ કે, આ યોજનામાં અત્યારસુધીમાં 10,06,228 અરજી મળી છે. જેમાં 3,32,983 લોકોની રાશિ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત 69,279થી વધુ અરજદારોનું દેવું પણ ચૂકવવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ મધ્ય પ્રદેશમાં 4.50 લાખ શેરી વિક્રેતાઓએ અરજી કરી છે. ચાર લાખથી વધુ શેરી વિક્રેતાઓને ઓળખકાર્ડ અને વિક્રેતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.