ETV Bharat / bharat

આજે મોદીની વડાપ્રધાન પદે શપથવિધિ, જાણો..કોણ-કોણ રહેશે હાજર

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના શપથ સમારોહની ભવ્ય તૈયારી કરવામાં આવી છે. આજે એટલે કે ગુરૂવારના રોજ શપથ ગ્રહણ કાર્યક્રમ શરૂ થશે. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના બહારના કોરિડોરમાં યોજાશે. અહીં પાંચ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે, લગભગ છ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશી મહેમાનો માટે અલગ મેન્યુ તૈયાર કરવામાં આવ્યું છે. ગરમીને કારણે શપથ સમારોહનો સમય સાંજે 7 કલાકે રાખવામા આવ્યો છે. આ સમારોહમાં 14 દેશના રાષ્ટ્રાધ્યક્ષ દુનિયાના સૌથી મોટા લોકતંત્રના શપથ ગ્રહણના સાક્ષી બનશે.

narendramodi
author img

By

Published : May 30, 2019, 12:04 AM IST

Updated : May 30, 2019, 8:13 AM IST

આ વખતે નરેન્દ્ર મોદીએ શપથ સમારોહમાં બિમ્સટેક દેશોને આમંત્રણ પાઠવ્યું છે. મોદીના પહેલા કાર્યકાળમાં સાર્ક દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમા પાકિસ્તાન પણ સામેલ હતું. 2014માં પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફ શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભારતે મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે બિમ્સટેક દેશોના નેતાઓની સાથે-સાથે શંધાઇ સહયોગ સંગઠનના વર્તમાન અધ્યક્ષ અને કિર્ગીસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ જીનબેકોવ અને મોરીશસના પ્રધાનમંત્રી જગન્નાથને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત સિવાય બિમ્સટેકમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ અને ભૂટાન પણ સામેલ છે.

બિમ્સટેક દેશોના બધા નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ માટે ગુરૂવારે આયોજીત શપથ સમારોહમાં સામેલ થવાની પુષ્ટિ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોરીશસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ એસ જીનબેકોવે પણ કાર્યક્રમમાં મહેમાનગતિ માટે સહમતિ આપી છે.

વિદેશ મંત્રાલયના રવીશ કુમારે કહ્યું કે, બાંગલાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના અને નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ પણ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ વિન મિંટ અને ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે, તે આ કાર્યક્રમમાં મહેમાનગતિ કરશે. કુમારે કહ્યું કે, થાઇલેન્ડ તરફથી વિશેષ દૂત ગ્રિસાડા બૂનરૈક સમારોહમાં પોતાના પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમને નવી દિલ્હીમાં આ આયોજીત સમારોહમાં ગણમાન્ય લોકોની ઉપસ્થિતિથી અમને ખુશી થશે.’

રાષ્ટ્રપતિ ભવનમાં ગુરૂવારે સાંજે 7 કલાકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે શપથ લેશે. આ સમયે તેમના કેબિનેટ પ્રધાનોને શપથ લેવડાવવામાં આવશે.

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીની શપથવિધિની તૈયારીઓ પૂરજોશમાં છે. સૂત્રો મૂજબ આ વખતે શપથગ્રહણના કાર્યક્રમ પહેલા કરતાં પણ ભવ્ય રીતે કરવામાં આવશે. હવે મુખ્ય મહેમાનોના નામ પણ સામે આવ્યા છે. દક્ષિણના સુપરસ્ટાર અને તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશ લેનારા કમલ હાસનને પણ નરેન્દ્ર મોદીના શપથવિધિના કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે. TRSના વડા કેસીઆર અને વાઈએસઆર કોંગ્રેસ પક્ષના વડા વાઈ.એસ. જગનમોહન રેડ્ડી પણ વડાપ્રધાનની શપથવિધિમાં હાજર રહેશે.

જ્યારે વડાપ્રધાન મોદીના શપથગ્રહણમાં મમતા બેનર્જી ઉપસ્થિત નહીં રહે.

મોદીએ 2014ના શપથવિધિ કાર્યક્રમમાં પાકિસ્તાનના તાત્કાલિક વડાપ્રધાન નવાજ શરીફ સહિત તમામ દેશના વડાઓને આમંત્રિત કર્યા હતા. પરંતુ, ગુરુવારના કાર્યક્રમ માટે બિમ્સટેક નેતાઓને આમંત્રિત કરવા પાછળ પાકિસ્તાનને આ વખતે એ વાતના સંકેત આપવાના પ્રયત્ન થઈ રહ્યાં છે કે ભારત તેમની સાથે વાતાઘાટો કરવા રાજી નથી.

જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી આ વખતે 30 મેના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદની શપથ લેશે. તેમની સાથે કેટલાય કેબિનેટ મંત્રી પણ શપથ લેશે. પરંતુ મંત્રિમંડળમાં કોનો સમાવેશ થશે તેનો ખુલાસો થયો નથી. નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રપતિ ભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ગઈ વખતે નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા અને કેટલાય એવા મહેમાનોને બોલાવ્યા હતા, જેનાથી લોકો અચંબિત થયા હતા. ત્યારે તેમની શપથવિધિમાં સાર્ક દેશોના પ્રમુખ પણ આવ્યા હતા. જેમાં પાકિસ્તાનના તાત્કાલિક વડાપ્રધાન નવાજ શરીફનો પણ સમાવેશ થયો હતો. પરંતુ અત્યાર સુધી આ વખતના મહેમાનોની યાદી સામે આવી નથી. પરંતુ કહેવાઈ રહ્યું છે કે આ વખતે શપથવિધિ ભવ્ય થવાની છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે આ વખતે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે એકલા હાથે 303 બેઠકોની પર સફળતા મેળવી છે. જ્યારે NDAને કુલ 353 બેઠકો મળી છે. કોંગ્રેસ કુલ 52 બેઠકો અને UPA 91ના આંકડા પર સમેટાઈ ગઈ છે.

શપથગ્રહણ સમારોહ

  • સાંજે 4 કલાકેથી 9 કલાક સુધી રાજપથ, વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી રસ્તો બંધ
  • સવારે 7:15 કલાકે રાજઘાટ પર જશે વડાપ્રધાન મોદી
  • બંગાળમાં મૃત્યુ પામેલા ભાજપના કાર્યકર્તાઓના કુંટુંબીજનો મોદીના શપથવિધિના કાર્યક્રમમાં આમંત્રણ,
  • નરેન્દ્ર મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં સોનિયા ગાંધી પણ રહેશે હાજર
  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રહેશે હાજર
  • TRSના વડા કેસીઆર રહેશે હાજર
  • YSR કોંગ્રેસ પક્ષના વડા વાઈ.એસ. જગનમોહન રેડ્ડી વડાપ્રધાનની શપથવિધિમાં રહેશે હાજર

Intro:Body:

આજે મોદીની વડાપ્રધાન પદે શપથવિધિ, જાણો..કોણ-કોણ રહેશે હાજર

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના શપથ સમારોહની ભવ્ય તૈયારી કરવામાં આવી છે. આજે એટલે કે ગુરૂવારના રોજ શપથ ગ્રહણ કાર્યક્રમ શરૂ થશે. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના બહારના કોરિડોરમાં યોજાશે. અહીં પાંચ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે, લગભગ છ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશી મહેમાનો માટે અલગ મેન્યુ તૈયાર કરવામાં આવ્યું છે. ગરમીને કારણે શપથ સમારોહનો સમય સાંજે 7 કલાકે રાખવામા આવ્યો છે.

આ વખતે નરેન્દ્ર મોદીએ શપથ સમારોહમાં બિમ્સટેક દેશોને આમંત્રણ પાઠવ્યું છે. મોદીના પહેલા કાર્યકાળમાં સાર્ક દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમા પાકિસ્તાન પણ સામેલ હતું. 2014માં પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફ શપથ ગ્રહણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભારતે મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે બિમ્સટેક દેશોના નેતાઓની સાથે-સાથે શંધાઇ સહયોગ સંગઠનના વર્તમાન અધ્યક્ષ અને કિર્ગીસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ જીનબેકોવ અને મોરીશસના પ્રધાનમંત્રી જગન્નાથને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત સિવાય બિમ્સટેકમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, નેપાળ અને ભૂટાન પણ સામેલ છે.

બિમ્સટેક દેશોના બધા નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ માટે ગુરૂવારે આયોજીત શપથ સમારોહમાં સામેલ થવાની પુષ્ટિ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોરીશસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ એસ જીનબેકોવે પણ કાર્યક્રમમાં મહેમાનગતિ માટે સહમતિ આપી છે.

વિદેશ મંત્રાલયના રવીશ કુમારે કહ્યું કે, બાંગલાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના અને નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ પણ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ વિન મિંટ અને ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે, તે આ કાર્યક્રમમાં મહેમાનગતિ કરશે. કુમારે કહ્યું કે, થાઇલેન્ડ તરફથી વિશેષ દૂત ગ્રિસાડા બૂનરૈક સમારોહમાં પોતાના પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમને નવી દિલ્હીમાં આ આયોજીત સમારોહમાં ગણમાન્ય લોકોની ઉપસ્થિતિથી અમને ખુશી થશે.’

રાષ્ટ્રપતિ ભવનમાં ગુરૂવારે સાંજે 7 કલાકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે શપથ લેશે. આ સમયે તેમના કેબિનેટ પ્રધાનોને શપથ લેવડાવવામાં આવશે. 

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીની શપથવિધિની તૈયારીઓ પૂરજોશમાં છે. સૂત્રો મૂજબ આ વખતે શપથગ્રહણના કાર્યક્રમ પહેલા કરતાં પણ ભવ્ય રીતે કરવામાં આવશે. હવે મુખ્ય મહેમાનોના નામ પણ સામે આવ્યા છે. દક્ષિણના સુપરસ્ટાર અને તાજેતરમાં જ રાજકારણમાં પ્રવેશ લેનારા કમલ હાસનને પણ નરેન્દ્ર મોદીના શપથવિધિના કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે. TRSના વડા કેસીઆર અને વાઈએસઆર કોંગ્રેસ પક્ષના વડા વાઈ.એસ. જગનમોહન રેડ્ડી પણ વડાપ્રધાનની શપથવિધિમાં હાજર રહેશે. જ્યારે વડાપ્રધાન મોદીના શપથગ્રહણમાં મમતા બેનર્જી ઉપસ્થિત નહીં રહે.

મોદીએ 2014ના શપથવિધિ કાર્યક્રમમાં પાકિસ્તાનના તાત્કાલિક વડાપ્રધાન નવાજ શરીફ સહિત તમામ દેશના વડાઓને આમંત્રિત કર્યા હતા. પરંતુ, ગુરુવારના કાર્યક્રમ માટે બિમ્સટેક નેતાઓને આમંત્રિત કરવા પાછળ પાકિસ્તાનને આ વખતે એ વાતના સંકેત આપવાના પ્રયત્ન થઈ રહ્યાં છે કે ભારત તેમની સાથે વાતાઘાટો કરવા રાજી નથી.

જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી આ વખતે 30 મેના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન પદની શપથ લેશે. તેમની સાથે કેટલાય કેબિનેટ મંત્રી પણ શપથ લેશે. પરંતુ મંત્રિમંડળમાં કોનો સમાવેશ થશે તેનો ખુલાસો થયો નથી. નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રપતિ ભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ગઈ વખતે નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા અને કેટલાય એવા મહેમાનોને બોલાવ્યા હતા, જેનાથી લોકો અચંબિત થયા હતા. ત્યારે તેમની શપથવિધિમાં સાર્ક દેશોના પ્રમુખ પણ આવ્યા હતા. જેમાં પાકિસ્તાનના તાત્કાલિક વડાપ્રધાન નવાજ શરીફનો પણ સમાવેશ થયો હતો. પરંતુ અત્યાર સુધી આ વખતના મહેમાનોની યાદી સામે આવી નથી. પરંતુ કહેવાઈ રહ્યું છે કે આ વખતે શપથવિધિ ભવ્ય થવાની છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે આ વખતે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે એકલા હાથે 303 બેઠકોની પર સફળતા મેળવી છે. જ્યારે NDAને કુલ 353 બેઠકો મળી છે. કોંગ્રેસ કુલ 52 બેઠકો અને UPA 91ના આંકડા પર સમેટાઈ ગઈ છે.

શપથગ્રહણ સમારોહ 

સાંજે 4 કલાકેથી 9 કલાક સુધી રાજપથ, વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી રસ્તો બંધ

સવારે 7:15 કલાકે રાજઘાટ પર જશે વડાપ્રધાન મોદી

બંગાળમાં મૃત્યુ પામેલા ભાજપના કાર્યકર્તાઓના કુંટુંબીજનો મોદીના શપથવિધિના કાર્યક્રમમાં આમંત્રણ, 

નરેન્દ્ર મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં સોનિયા ગાંધી પણ રહેશે હાજર

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રહેશે હાજર

TRSના વડા કેસીઆર રહેશે હાજર

YSR કોંગ્રેસ પક્ષના વડા વાઈ.એસ. જગનમોહન રેડ્ડી વડાપ્રધાનની શપથવિધિમાં રહેશે હાજર

Conclusion:
Last Updated : May 30, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.