"વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિસિન" દ્વારા માર્ચ મહિનાના બીજા શુક્રવારે સમગ્ર વિશ્વના લોકો ઊંઘ દિવસની ઉજવણી કરી રહયા છે. કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી માટે ઊંઘ આવશ્યક છે. જેને લઈને વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિસિન દ્વારા આજે ઉંઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વના 45 ટકા લોકો અપૂરતી ઊંઘ અને અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહયા છે.
કોઈ પણ વ્યક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો તેમાં કોઈ ઘટાડો કે વધારો થાય તો તેની તંદુરસ્તી પર વિપરીત અસરો થઇ શકે છે જેની જાગૃતિ માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ માર્ચ મહિનો પૂર્ણતાને આરે છે, ત્યારે આપણે ઓવર ટાઈમ કરીને પણ કામ પૂર્ણ કરવાની ઘેલછાઓ કરી રહ્યા છે. ઊંઘને શ્રેષ્ઠ પેઈન કિલર માનવામાં આવે છે પરંતુ આધુનિકતા અને વધુ આર્થિક સધ્ધર થવા માટે આપણે ઊંઘને ત્યજી દઈને મોટું નુકસાન જાણી જોઈને ઉઠાવી રહયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
માનવી પશુ-પક્ષી અને વનસ્પતિઓ પણ કોઈ ચોક્કસ સમયે ઊંઘ લેવાનું ચુકતા નથી. તબીબી વિજ્ઞાનમાં 8 કલાકની ઊંઘને શ્રેષ્ઠ માનવામાં આવી છે. તબીબી વિજ્ઞાનમાં ઊંઘના સમય ગાળા કરતા ઊંઘની ક્વોલિટી વધુ મહત્વની ગણવામાં આવે છે. વિશ્વના કેટલાક ખ્યાતનામ લોકો અને કલાકારો પણ તેમના કામની સાથે ઊંઘને મહત્વ આપે છે. ઊંઘના સમય અને અવધિમાં ફેરફાર થાય તો કુદરત દ્વારા બનાવામાં આવેલા તંત્રમાં વિક્ષેપ ઉભો થાય છે, અને અંતે બીમારીથી લઈને બીજી કેટલીક સમસ્યા ઉભી કરી શકે છે.