નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે ગુનેગારોને ફાંસીની સજા મળવાના 5 દિવસ પહેલા તિહાડ જેલના અધિકારીઓએ કહ્યું કે, જલ્લાદને 20 માર્ચના ફાંસીના ત્રણ દિવસ પહેલા હાજર થવું પડશે.
નિર્ભયા કેસમાં 4 ગુનેગારો, મુકેશ, પવન, વિનય અને અક્ષયને 20 માર્ચે સવારે 5:30 કલાકે ફાંસી આપવામાં આવશે.
જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ડેથ વોરન્ટ મુજબ તિહાડ જેલમાં અધિકારીઓએ ઉત્તર પ્રદેશના જેલ અધિકારીઓને પત્ર લખીને જલ્લાદ પવનની સેવાનો અનુરોધ કર્યો હતો. જેલના મહાનિદેશક સંદીપ ગોયલે કહ્યું કે, મેરઠના જલ્લાદ પવને ફાંસીના ત્રણ દિવસ પહેલા 17 માર્ચે તિહાડ જેલમાં હાજર થવા માટે આદેશ કર્યો છે.
જેલના અધિકારીઓના અનુસાર જલ્લાદના આવ્યા બાદ ડમી ફાંસી આપીને અભ્યાસ કરવામાં આવશે.