હૈદરાબાદમાં મહિલા પશુ તબીબના દુષ્કર્મ અને હત્યાના કેસમાં FIR નોંધવામાં મોડું કરવા બદલ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાઈબરાબાદના પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, ત્રણેય પોલીસકર્મીઓ આગામી સુનવણી સુધી સસ્પેન્ડ રહેશે.
સાઈબરાબાદ પોલીસ કમિશનર વી. સી. સજ્જને જણાવ્યું હતું કે, શમશાબાદ પોલીસ સ્ટેશનમાં 27 અને 28 નવેમ્બરની રાત્રે ગુમ થયેલી મહિલાને લગતી FIR નોંધાવવામાં મોડું થયું હતું. જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
શામસાબાદના PSI એમ. રવિ કુમાર, હેડ કોન્સ્ટેબલ એ સત્યનારાયણ ગૌડ અને RGR એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી વેણુગોપાલ રેડ્ડીને આગામી સુનવણી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી.
સરકારી હોસ્પિટલનો એક મહિલા સહાયક પશુ ચિકિત્સક હૈદરાબાદમાં તેના ઘરે જઈ રહી હતી, ત્યારે બુધવારે રાત્રે અજાણ્યા લોકોએ તેમનું અપહરણ કરી તેના પર સામુહિક દુષ્કર્મ કર્યુ હતું, જે બાદ તેને જીવતી સળગાવી દીધી હતી. આ હત્યામાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પૂછપરછ કર્યા પછી ચારેય આરોપીઓને 14 દિવસનાં કસ્ટડિયલ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.