ઇટાવા: કાનપુર-આગરા હાઈવે પર લગ્નપ્રસંગે જઈ રહેલી ગાડી ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
છત્તીસગઢના રાજનાંદમ ગામથી યુપીના કાસગંજમાં લગ્નમાં જતા પરિવારની ગાડી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માતા સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે 5 લોકોને ગંભીર ઈજા થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના બકવેર વિસ્તારમાં આવેલા પરસુપુરા ગામ નજીક કાનપુર આગરા હાઇવે પર ગાડી અને ટ્રક ટકરાઈ હતી. અકસ્માતમાં માતા સહિત ત્રણ લોકોનાં મોત થયા હતાં. જ્યારે પિતા અને 3 પુત્રી સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ, આ લોકોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.