હરિયાણા : બુધવારે રાત્રે ખાનપુર કલાથી કનાના સંપર્ક રોડ પર ટ્રેક્ટર અને કારની ટક્કરમાં કારમાં આગ લાગતા કારમાં સવાર 3 વ્યકિત જીવતા સળગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે ખાનપુર કલાથી કનાના સંપર્ક રોડ પર ટ્રેક્ટર અને કારમાં ટક્કર લાગતા કારમાં આગ લાગી ગઇ હતી. ત્યારે ખેતરમાં કામ કરતા ખેડૂતો આગ જોઇને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે, ખેડૂતો અનુમાન પણ લગાવી શક્યા નહી કે, કારમાં કેટલા વ્યકિત સવાર હતા.
ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવતા 3 લોકોના મૃતદેહો મળ્યા હતા. જેમાં પોલીસે મૃતદેહોને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ટ્રેકટર ચાલકનો કોઇ પતો નથી.