ETV Bharat / bharat

શ્રમિક વિશેષ ટ્રેનમાં 3 પ્રવાસીઓના મોત

author img

By

Published : May 24, 2020, 10:37 AM IST

દેશમાં ત્રણ અલગ-અલગ બનાવોમાં ટ્રેનમાં પ્રવાસ કરનારા ત્રણ પ્રવાસીઓના મોત થયા છે. આ તમામ શ્રમિક વિશેષ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા.

શ્રમિક વિશેષ ટ્રેનમાં 3 મુસાફરોના મોત
શ્રમિક વિશેષ ટ્રેનમાં 3 મુસાફરોના મોત

કાનપુર: દેશભરમાં ત્રણ જુદી-જુદી ઘટનાઓમાં શ્રમિકની વિશેષ ટ્રેનોમાં સવાર ત્રણ પ્રવાસીઓના મોત થઈ હોવાની જાણકારી શનિવારે અધિકારીઓએ આપી હતી. કાનપુરના જિલ્લા કલેક્ટર બ્રહ્માદેવ રામ તિવારીએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવારના જણાવ્યા મુજબ તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. તમામ મૃતકોની પ્રવાસને લગતી માહિતી રેકોર્ડ કરવામાં આવી છે.

મૃતકો વિશે માહિતી આપતાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, 23 વર્ષીય નાઇચિનાલુ ડિસાંગ નાગાલેન્ડની રહેવાસી હતી અને હિમાચલ પ્રદેશના સ્પામાં કામ કરતી હતી. તે દિલ્હીથી દિમાપુર જઇ રહી હતી.

તિવારીના જણાવ્યા મુજબ, તે લીવરની બિમારીથી પીડિત હતી. તેનો મૃતદેહ સવારે દસ વાગ્યે કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, બીજો મૃતક ઉન્નાવનો રહેવાસી 50 વર્ષીય રાજેન્દ્ર પ્રસાદ છે, જે આંધ્રપ્રદેશથી લખનઉ જઇ રહેલી વિશેષ ટ્રેનમાં સવાર હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય મૃતક બિહારના સિવાનની રહેવાસી 80 વર્ષીય મુન્ની દેવી છે, જે સુરતથી વિશેષ ટ્રેનમાં સિવાન જઇ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.