ETV Bharat / bharat

વધુ માગ અને વિકાસ સામેના ત્રણ મહત્ત્વના પડકારો

ન્યૂઝ ડેસ્ક: જાન્યુઆરી 2019માં આવેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના ઇન્સાઇટ રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં ઉપભોક્તા માગ કેટલી રહેશે તેનો આધાર ત્રણ બાબતો પર રહેશે: (a) કૌશલ્યવર્ધન અને રોજગાર; (b) ગ્રામીણ ભારતનું સામાજિક-આર્થિક સમાવેશન; (c) તંદુરસ્ત અને ટકાઉ ભવિષ્ય. એક વર્ષ પછી આ દિશામાં શું કામ થયું છે અને હજીય શું કરવાની જરૂર છે તેના પર એક નજર કરીએ.

author img

By

Published : Jan 6, 2020, 10:42 AM IST

Updated : Jan 6, 2020, 4:10 PM IST

high demand
high demand

આ પડકારોની વાત કરતાં પહેલાં વીતેલા વર્ષ દરમિયાન દેશની વિકાસની ગતિ જાણી લેવી જરૂરી છે. જીડીપીનો વૃદ્ધિદર 2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં 8.0% હતો, તે 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 5.0% અને બીજા ક્વાર્ટરમાં ઘટીને માત્ર 4.5% રહી ગયો છે. WEFના અહેવાલમાં ભારત વિશ્વનું વિકાસ એન્જિન બની રહેશે અને વિકાસદર 2019માં અંદાજે 7.5% ટકા રહેશે એમ જણાવાયું હતું. તેની સામે હવે વર્ષ 2019-20માં જીડીપીનો વિકાસ 5% કરતાંય ઓછો રહેશે તેવી અપેક્ષા છે.

વૈશ્વિક પ્રવાહો ઉપરાંત ઘણા સ્થાનિક પરિબળો તેના માટે જવાબદાર છે. GSTને લગતા પ્રશ્નો, બેન્કોની 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચેલી NPA, નોન-બેન્કિંગ ફાઇન્શ્યલ કંપનીમાં મુશ્કેલી, સ્થગિત થઈ ગયેલી કૃષિ અને ગ્રામીણ આવક તેના માટે જવાબદાર છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ભારતનું અર્થતંત્ર આઈસીયુમાં આવી ગયું છે. જોકે ગભરાવાની જરૂર નથી, કેમ કે અર્થતંત્રની ગતિ ધીમી પડી છે અને આ મંદી નથી. એકાદ વર્ષ પછી તેમાં ફરી ગતિ આવશે.

1 : સૌ પ્રથમ પડકાર કૌશલ્યવર્ધન અને રોજગારીનો છે, જેના આંકડાં જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે 2017-18માં બેરોજગારીનો દર વધી ગયો હતો. 2017-18ના NSSOના અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશનો બેકારીનો દર 45 વર્ષની ઊંચી સપાટીએ 6.1% સુધી પહોંચ્યો હતો.

આ સમયગાળામાં આર્થિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટ્યું. 2004-05માં તે 42% હતું, તે 2017-18માં ઘટીને માત્ર 22% રહી ગયું હતું. હજીય 85થી 90% ટકા કામદારો બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેના કારણે સરકારે સંગઠિત ક્ષેત્રના વિસ્તરણ સાથે બિનસંગઠિત ક્ષેત્રની ઉત્પાદકતા વધારવી જરૂરી છે.

દુનિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, ત્યારે ભારતમાં વધતી વસતિ સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ઉપલબ્ધ થશે. આ લોકોને શિક્ષણ, કૌશલ્ય અને રોજગારી આપી શકાય તો જ વસતિ વધારાનો લાભ મળે.

આવા ડેમોગ્રાફિક ડિવિડન્ટનું પ્રમાણ રાજ્યો પ્રમાણે અલગ અલગ છે. ઉત્તર ભારતમાં તે વધારે છે, દક્ષિણ ભારતમાં ઓછું. કામદારોમાં કુશળતાનો અભાવ છે તે જાણીતી વાત છે.

નીતિ આયોગ જણાવે છે કે માત્ર 2.3% ભારતીય કામદારોને પદ્ધતિસરની તાલીમ મળે છે, જ્યારે બીજા દેશોમાં તેનું પ્રમાણ 70થી 80% જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કૌશલ્યવર્ધનમાં ભારતમાં બહુ ધીમી પ્રગતિ થઈ રહી છે.

આ ક્ષેત્રમાં હાલમાં થોડું પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ તેના માટેનું સંસ્થાકીય માળખું તૈયાર કરાયું છે અને ખાનગી ઉદ્યોગોને તેમાં વધારે સામેલ કરાયા છે. રાજ્યોમાં પણ સ્કીલ ડેવલપમેન્ટ મિશન્સ શરૂ કરાઈ રહ્યા છે. કેન્દ્રના 17 મંત્રાલયોએ આ બાબતમાં પહેલ કરી છે. પ્રયાસો શરૂ થયા છે, પણ યોજનાના અસરકારક અમલ માટે ઘણું કરવાનું બાકી રહી છે અને તેમાં સંબંધિત સૌએ જોડાવું જરૂરી છે.

કૌશલ્યવર્ધનની બાબતમાં ચીનનું ઉદાહરણ ભારતને ઉપયોગી થાય તેવું છે. 1996માં વૉકેશનલ એજ્યુકેશન લૉ પસાર કરવામાં આવ્યો હતો તે ચીનમાં ટેક્નિકલ અને વ્યવસાયી તાલીમ પદ્ધતિ (ટેક્નિકલ એન્ડ વૉકેશનલ ઍજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ-TVET) માટે બહુ ઉપયોગી સાબિત થયો હતો.

ચીનના અર્થતંત્રની કેટલીક આગવી બાબતો છે, જેના કારણે ચીન પ્રાદેશિક ધોરણે કૌશલ્યવર્ધન માટેના પ્રયાસો લાગુ કરી શક્યું હતું. આ કાયદા હેઠળ શિક્ષણ સાથે વ્યવસાયી તાલીમ અને ઔદ્યોગિક હેતુઓને સાંકળી લેવાયા હતા અને તેમાં સ્થાનિક કંપનીઓને ભાગીદાર બનાવવામાં આવી હતી.

આ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ વિસ્તારમાં વયસ્કોને તાલીમ તથા વ્યવસાયી શિક્ષણ આપવામાં આવ્યું. ઘણા દેશોમાં (જેમ કે ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની) કાયદાકીય રીતે વ્યવસાયી શિક્ષણ અને તાલીમની જોગવાઈ છે. ભારતમાં પણ આવો કાયદો કરીને કૌશલ્યવર્ધન માટેની સિસ્ટમ ઊભી કરવી જરૂરી છે. તેમાં કેન્દ્ર અને રાજ્યોની સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જોઈએ અને સાથે જ ઉદ્યોગો અને તાલીમ કેન્દ્રોને તેની સાથે જોડાવા જોઈએ.

દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઉચ્ચ ગુણવત્તાના મૂળભૂત શિક્ષણ સાથે સ્કિલ ડેવલપમેન્ટને જોડ્યું છે. તે રીતે ભારતમાં પણ કુશળતા વધારવા પાયાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જરૂરી છે.

2 : બીજો પડકાર ગ્રામીણ વિસ્તારને સામાજિ-આર્થિક રીતે જોડવાનો છે. ગયા વર્ષે ગ્રામીણ વિસ્તારમાં આવક અને મજૂરી દર ઘટ્યા છે. ગ્રામીણ વિસ્તાર અને અર્ધશહેરી તથા શહેરી વિસ્તારો વચ્ચે ખાસ કરીને માળખાકીય તફાવત છે તે દૂર કરવાની જરૂર છે. ઇન્ટરનેટ અને નાણાકીય સુવિધાઓને પણ તેમાં સમાવી લેવી જરૂરી છે.

આગામી પાંચ વર્ષ દરમિયાન માળખાકીય સુવિધા માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત થઈ છે તે આ સંદર્ભમાં અગત્યની છે. જોકે તેની વિગતો આવવાની હજી બાકી છે. સરકારે વધુમાં વધુ માળખાકીય ખર્ચ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં કરવો જોઈએ.

છેલ્લા થોડા વર્ષોમાં સરકારે (ઉજ્જવલા યોજના હેઠળ) એલપીજીના કનેક્શન, (સૌભાગ્ય યોજના હેઠળ) વીજળીના કનેક્શન, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુવિધાઓ આપવાનું સારું કામ કર્યું છે. તેના કારણે ખાસ કરીને મહિલાઓને રાહત મળી છે.

2019ના બજેટમાં દરેક ઘરને 2022 સુધીમાં રાંધણ ગેસ અને વીજ જોડાણ આપવાનો વાયદો કરાયો હતો. આવતા બે વર્ષમાં તેમાં કેટલી પ્રગતિ થાય છે તે આપણે જોવાનું રહેશે.

ગ્રામીણ વિસ્તારને સામાજિક-આર્થિક રીતે જોડવાનો એક ઉપાય ઇન્ફર્મેશન ટેક્નોલૉજી છે. સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજના હેઠળ ગામડાંમાં ઇન્ટરનેટની સુવિધા મળે અને સરકારી સેવાઓ તેના માધ્યમથી મળતી રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં મોબાઇલ ફોન વ્યાપક બન્યા છે, પણ ઇન્ટરનેટ સુવિધા હજી ઓછી છે, ત્યારે ગામડાંઓને હાઇ સ્પીડ ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડવાની યોજના ચાલી રહી છે.

નાણાકીય સમાવેશનની બાબતમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાનો ઘણો ફાળો રહેલો છે. આ યોજના હેઠળ કુલ 37.1 કરોડ ખાતાં ખોલવામાં આવ્યા છે, અને સપ્ટેમ્બર 2019 સુધીમાં તેમાં કુલ જમા રકમ 1.02 લાખ કરોડ સુધીની હતી.

ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં આ ખાતાંમાંથી માત્ર 59% સક્રિય છે. જન ધન ખાતાંનો ઉપયોગ છેલ્લા બે વર્ષમાં સ્થગિત થયો છે અને આ ખાતાઓમાં સરેરાશ બેલેન્સ ઘટી છે. ફાઇનાન્શ્યલ ઇન્ક્લુઝન ઍડવાઝરી કમિટીના નેજા હેઠળ 2019-2014 માટેની નેશનલ સ્ટ્રેટેજી ફૉર ફાઇનાન્શ્યલ ઇન્ક્લુઝન (NSFI) તૈયાર કરવામાં આવી છે. આશા રાખીએ કે તેનો ફાયદો ગામડાંના લોકોને મળે.

3 : ત્રીજો પડકાર છે સ્વસ્થ અને ટકાઉ ભવિષ્યનો. UN SDGsના સંદર્ભમાં આ બાબત વધુ અગત્યની બની છે. સૌથી વધુ સમસ્યા શહેરી વિસ્તારોમાં છે. ગીચતા વધી રહી છે અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. અંદાજો પ્રમાણે બિનચેપી બીમારીઓ વધી રહી છે અને ભારતમાં કુલ મૃત્યુમાં તેનું પ્રમાણ 63% સુધી પહોંચ્યું છે.

10 કરોડ પરિવારો માટે પાંચ લાખનો આરોગ્ય વીમો આપતી પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) પર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કેટલાક અંદાજ અનુસાર આ યોજના માટે એક લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. આટલી જંગી જરૂરિયાત સામે PMJAY માટે બહુ મામુલી ફાળવણી કરવામાં આવી છે.

આરોગ્યની બાબતમાં આરોગ્ય વીમો અગત્યનો છે, પણ વધારે જરૂર છે સાર્વજનિક આરોગ્ય સુવિધાઓની. સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ જંગી ફાળવણી કરવી જરૂરી છે અને પ્રાથમિક આરોગ્યનું માળખું સુધારવું જરૂરી છે.

વાયુ અને જળ પ્રદૂષણ, શહેરોમાં ગીચતા અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બન્યું છે. ભારત છેક 1974થી શરૂ કરીને પ્રદૂષણ નિયંત્રણની બાબતમાં કાયદા અને નિયમો કરવાની બાબતમાં લાંબો ઇતિહાસ ધરાવે છે. હાલમાં પણ સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ક્લાઇમેટ ચેલેન્જને પહોંચી વળવા પગલાં લીધેલાં છે. નમામી ગંગે સરકારની આવી જ એક પહેલનું ઉદાહરણ છે.

પ્રદૂષણ નિયંત્રણ માટેના ધોરણો વિશ્વમાં સૌથી કડક ધોરણોમાંના એક છે. જોકે તેના અમલમાં ખામી રહી જાય છે. તેના કારણે વાયુ અને જળ પ્રદૂષણ અનહદ વધી ગયું છે.

પંજાબ અને હરિયાણામાં પરાળી બાળવામાં આવે ત્યારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર થઈ જાય છે. તેના નિવારણ માટે ખેડૂતોને વિકલ્પ આપવો જરૂરી છે.

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માટે વાહન, ઉદ્યોગો અને બાંધકામની પ્રવૃત્તિ વધારે જવાબદારે છે. ચીને બીજિંગ અને શાંઘાઈમાં વાયુ પ્રદૂષણ અને કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કરી છે તેમાંથી શીખવા જેવું છે.

પર્યાવરણની નીતિઓને મર્યાદિત સફળતા મળી છે, તેમાં સંસ્થાકીય નિષ્ફળતા અને જાહેર બેદરકારી જવાબદાર છે. લોકો બસ માત્ર પોતાનું આંગણું જ સ્વચ્છ રાખવા માગતા હોય છે, તે માનસિકતા પણ જવાબદાર છે.

નિયંત્રક સંસ્થાઓએ એ પણ યાદ રાખવું જરૂરી છે કે કચરા અને પ્રદૂષણને સાફ કરવાના બદલે તે ઓછા ઊભા થાય તે દિશામાં કામ કરવું જરૂરી છે. સાથે જ આ બાબતમાં જનતાએ સહકાર આપવો જરૂરી છે અને પર્યાવરણની રક્ષામાં સામેલ થવું જોઈએ.

સમાપન
સમાપનમાં વાત કરીએ તો છેલ્લા વર્ષ દરમિયાન માગ ઘટી છે અને આર્થિક વિકાસ ઘટ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટમાં જણાવાયેલા ત્રણ પડકારોની બાબતમાં મિશ્ર પ્રગતિ થઈ છે.

બેરોજગારી વધી છે, તેની સામે ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ, વીજળી, નાણાકીય સુવિધાઓ અને શૌચાલયની સુવિધાઓ વધી છે. આરોગ્ય ક્ષેત્ર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, પણ બિનચેપી રોગો વધી રહ્યા છે અને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓની જરૂર છે. પ્રદૂષણ વધી રહેલું જણાય છે, પણ સાથે જ જાગૃતિ પણ વધી રહી છે.

ભારત વિશાળ દેશ છે અને રાજ્યો પ્રમાણે સમસ્યાઓ જુદી જુદી હોય છે. તેથી કેન્દ્ર સ્તરે પ્રયાસો ઉપરાંત રાજ્યોમાં પણ આ પડકારોને ઝીલવા માટે નીતિઓ અને કાર્યક્રમો જરૂરી છે.

માગમાં વધારો થાય, આર્થિક વિકાસ ઝડપી બને અને સુખાકારી વધે તે માટે મધ્યમ ગાળાની યોજના તૈયાર કરવી જરૂરી છે. આ ત્રણ પડકારો સાથે કૃષિ ક્ષેત્રના વિકાસનો પડકાર પણ જોડવો જોઈએ, કેમ કે માગમાં વધારા માટે કૃષિ ક્ષેત્રે આવક વૃદ્ધિ આવશ્યક છે.

એસ. મહેન્દ્ર દેવ, વાઇસ ચાન્સેલર, IGIDR

Intro:Body:Conclusion:
Last Updated : Jan 6, 2020, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.