રાજસ્થાનઃ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં નદીમાં ડૂબી જવાથી ત્રણ છોકરીઓના મોત નીપજ્યા હતા. ત્રણેય છોકરીઓના મૃતદેહ જોઇને સંબંધીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ અધિકારી દેવીલાલના જણાવ્યા અનુસાર, ત્રણેય છોકરીઓ એકબીજાની સંબંધી હતાં.
![Three girls died due to drowning in river in Banswara district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-bwr-02-hadsaa-pictures-7204387_18052020095159_1805f_1589775719_1067.jpg)
કોરોના સંક્રમણના આ સમયમાં, શાળાઓમાં લોકડાઉનને કારણે રજાઓ છે. આવી સ્થિતિમાં ઘરે કંટાળી ગયેલી બંને છોકરીઓ તેમના માતા-પિતાએ મામાના ઘરે મોકલ્યા હતા. પરંતુ અહીં થોડા કલાકો પછી આ ઘટના અંગેની જાણ થતાં બંને ગામના લોકો ચોંકી ગયા હતા.
![Three girls died due to drowning in river in Banswara district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-bwr-02-hadsaa-pictures-7204387_18052020095159_1805f_1589775719_1086.jpg)
કાલિંજારા પોલીસ સ્ટેશન વિસ્તારના સોગપુરા ગામમાં શ્યામલાલની બે પુત્રીઓ 10 વર્ષીય મીનાક્ષી અને 8 વર્ષની ભૂમિ ભટાર ગામથી આવી હતી. શ્યામલાલની પુત્રી કાકીની બંને પુત્રીઓ સાથે રવિવારે બપોરે નહાવા અંબાદરા પરમાર ફલા નદી પર ગઈ હતી. સાંજ પડતા 3 છોકરીઓ પાછી ન આવતા પરિવારના લોકોએ તેમને શોધવા નીકળ્યા. નદી કિનારે 3 છોકરીઓના કપડાં જોવા મળ્યા હતા.
આ જોઈને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ 3 છોકરીઓના મૃતદેદની શોદખોળ કરી તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.