કેરળ: વંદે ભારત મિશનના બીજા તબક્કાના ભાગ રૂપે ગલ્ફ દેશોની ત્રણ ફ્લાઈટ્સ કોચી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવી હતી. દુબઈ, અબુ ધાબી અને બહેરિનથી કુલ 487 પ્રવાસી ભારત પહોંચ્યા છે.
દુબઈ-કોચી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અબુધાબી-કોચી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 2 બાળકો સહિત 181 પ્રવાસી હતા. બહેરિનથી ફ્લાઈટમાં 127 મુસાફરો હતા.
ગલ્ફ એર ફ્લાઈટમાં 60 બહેરિની નાગરિકો કોચી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઘરે પરત ફર્યા હતા. ગલ્ફ એર ફ્લાઈટ આશરે 35 સગર્ભા મહિલા, 46 ઈમરજન્સી કેરમાં, 53 બેરોજગાર, 13 વરિષ્ઠ નાગરિકો અને 13 અન્ય પ્રવાસી સાથે કોચીથી નીકળી હતી.
પ્રવાસીઓને એરપોર્ટથી જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળની ખાસ KSRTC બસો દ્વારા લાવવામાં આવ્યા હતા. અબુ ધાબીથી બીજી ફ્લાઈટ સોમવારે કોચી પહોંચે તેવી શક્યતા છે.