મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 385 મકાનો ધરાવતા આ ગામને સ્થાનિકોએ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. શરૂઆતમાં સ્થાનિકોએ ઘણી સમસ્યાઓ સામનો કરવો પડ્યો હતો. પરંતુ ખૂબ ઓછા સમયમાં તેઓ ઈકોફ્રેન્ડલી સામગ્રીના ઉપયોગ માટે ટેવાઈ ગયા છે. દરેક દુકાન અને મકાન પર પ્લાસ્ટિકના વપરાશ પર નજર રાખવા 10 ટીમો કાર્ય કરતી હોય છે.
લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામ પંચાયત મકાન નજીક એક ઝાડને કપડાની થેલીઓથી સજ્જ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની ફિલોસોફી હતી કે, "તમે વિશ્વમાં જે જોવા માંગો છો તે પરિવર્તન બનો", 'બ્લુ વિલેજ'એ 'સ્વચ્છ ભારત' મિશનના ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે.