તમિલનાડુ : તમિલનાડુમાં NEETની પરીક્ષાના એક દિવસ પહેલા શનિવારે ત્રણ ઉમેદવારોએ આત્મહત્યા કરી હતી. જેના પગલે રાજકીય પક્ષોએ NEET પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી. આ આત્મહત્યા સાથે NEETની પરીક્ષા રાજ્યમાં ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. તમામ રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. તમિલનાડુમાં બે યુવતીઓ અને એક યુવકે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે.
આત્મહત્યા કરનાર લોકોની ઉંમર 19થી 21 વર્ષની વચ્ચે છે અને આ ઘટનાઓ મદુરૈ, ધર્મપુરી અને નમક્કલ જિલ્લામાં બની છે. DMKની આગેવાનીવાળી વિપક્ષી પાર્ટીઓએ NEET પરીક્ષાને લઈને ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. સત્તાધારી પાર્ટીએ યુવકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. મદુરૈમાં એક 19 વર્ષિય કિશોર અને ધર્મપુરીમાં 20 વર્ષિય યુવક તેમના ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી હતી.
અરિયાલુરની રહેવાસી દલિત યુવતીએ વર્ષ 2017માં NEETની પરીક્ષામાં નાપાસ થઇ હતી અને આ વર્ષે તેણે આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેમને ધોરણ 12માં સારા માર્ક્સ મળ્યા હતા. ત્યારબાદ રાજ્યના રાજકીય પક્ષો કેન્દ્ર પાસેથી પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા છે. મદુરૈ અને ધર્મપુરીના જિલ્લા અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જોતિશ્રી દુર્ગા અને એમ આદિત્યએ શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. તેવી જ રીતે, નમક્કલ જિલ્લાના તરુચેંગોડેમાં રહેતા 21 વર્ષીય મોતીલાલે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અગાઉ તેણે બે વખત NEET પરીક્ષા આપી હતી.
પોલીસે જણાવ્યું કે, દુર્ગા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પુત્રીએ આત્હત્યા કરી છે. તેને NEETમાં નબળા પ્રદર્શનના ડરથી આત્મહત્યા કરી રહી હોવાનું સામે આવ્યું છે. તેણે એક કથિત સુસાઇડ નોટ પણ છોડી છે. બીજી તરફ આદિત્યએ ગયા વર્ષે NEETની પરીક્ષા આપી હતી પરંતુ તે પાસ થઈ શક્યો ન હતો અને ત્યારથી તે તૈયારી કરી રહ્યો હતો. ધર્મપુરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એસ મલારવીઝીએ, પ્રારંભિક તપાસનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, આદિત્યે સાંજે તેને ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી હતી.
આદિત્યના માતા-પિતા રવિવારે NEET પરીક્ષા કેન્દ્રને જોવા સલેમ ગયા હતા. મલારવીઝિએ કહ્યું કે, "તેઓ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે તેમનો પુત્ર મૃત હાલતમાં પંખાથી લટકતો મળ્યો હતો." તેમણે કહ્યું કે આદિત્ય અભ્યાસમાં સારો હતો."
તો થોડા દિવસો અગાઉ, અન્ય પરીક્ષાર્થીએ કથિત રીતે અરિઆલુરમાં આત્મહત્યા કરી હતી.