નવી દિલ્હીઃ ક્રિકેટના ઇતિહાસમાં ત્રણ માર્ચનું ખાસ મહત્વનું છે, વર્ષના ત્રીજા મહિનાનો આ ત્રીજો દિવસ રમતની બે મોટી ઘટનાઓનો ગવાહ છે. ત્રણ માર્ચ 2006ના રોજ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનએ પોતાનો 100મી ટેસ્ટ મેચ રમી હતી અને પોતાની 1000મી ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી. આ રેકોર્ડ કરનાર મુરલીધરન દુનિયાનો એક માત્ર બોલર છે.
મહત્વનું છે કે, આજના દિવસે શ્રીલંકા ટીમ બીજી પણ ઘટનાઓ સાથે જોડાયેલી છે, ત્રણ માર્ચ 2009ના રોજ પાકિસ્તાનના લાહોરમાં શ્રીલંકાની ટીમ મેચ રમવા જઇ રહી હતી, ત્યારે તેમની બસ પર ગોળીબાર થયો હતો, જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી હતી. ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે શ્રીલંકાની ટીમ હોટલથી ગ્રાઉંડ તરફ જઇ રહી હતી ત્યારે તેમની બસ પર ગોળીબાર થયો હતો. આ ઘટના બાદ મેચ રદ કરવામાં આવી હતી.
દેશ-દૂનિયાના ઇતિહાસમાં ત્રણ માર્ચની તારીખની બીજી મહત્વપૂર્ણ ઘટનાઓ...
1839: જમશેદજી ટાટાનો આજે જન્મદિવસ
1943: મહાત્મા ગાંધીએ 21 દિવસથી ચાલી રહેલી ભૂખ હળતાલને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો
1966: બીબીસીએ આવનાર વર્ષથી રંગીન ટેલીવિજનના પ્રસારણની યોજનાનું એલાન કર્યું હતું.
1971: માહિતી મળી હતી કે ચીનએ પોતાનો બીજો ભૂ ઉપગ્રહ અંતરિક્ષમાં પ્રક્ષેપિત કર્યો
1974: તુર્કી એરલાઇન્સની જેટ વિમાન ડીસી 10 અંકારાથી લંડન જતા પેરિસ પાસે થયો દુર્ધટનાગ્રસ્ત, 345ના મોત
2005: અમેરિકાના રોમાંચ પ્રેમી સ્ટીવ ફોસેટએ લાગઠ 67 કલાક સુધી ઉભા રહ્યાં વગર, ઉડીને પૃથ્વીનું ચક્કર પૂર્ણ કર્યું હતું.
2006: શ્રીલંકાના બેટ્સમેન મુથૈયા મુરલીધરનએ પોતાની 100મી ટેસ્ટમાં રમતા પોતાની 100મી ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી, આ રેકોર્ડ મેળવનાર તેઓ દૂનિયાના એકમાત્ર બોલર છે.
2009: પાકિસ્તાનના લાહોરમાં મેચ રમવા જઇ રહેલી શ્રીલંકા ટીમની બસ પર હથિયારબંધ હમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.