હાલની ગેસ નીતિ અનુસાર સરકાર દર છ મહિને નેચરલ ગેસની કીમત નક્કી કરે છે. પાછલા વર્ષે કીમતમાં બે વખત 5.9 ટકા અને 9.8 ટકા સુધીનો વધારો કરાયો હતો. આ વખતે પણ આ ભાવ વધારો આવવાની શક્યતા છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે સ્થાનિક બજારમાં કુદરતી ગેસની કીમતો ઈન્ટરનેશનલ માર્કેટના હિસાબે નક્કી થતી હોય છે. જેમાં સરકારી હસ્તક્ષેપ થઈ શકતો નથી. બીજી તરફ નવેમ્બર-ડીસેમ્બરમાં શરૂના ઘટાડા પછી ક્રૂડના ભાવ ઝડપી વધ્યા હતા. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ક્રૂડના ભાવમાં 7 ટકાનો ઉછાળો આવ્યો છે. જેની અસર એલપીજીના ભાવ પર પડી છે.
Conclusion: