નવી દિલ્હી : પૂર્વી લદાખમાં ચીની ધૂસણપેઠ અને 1999ના કારગિલ યુદ્ધ વચ્ચે ઘણી સમાનતા છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ જેવી રીતે રણનીતિ અપનાવી અનેક જગ્યાએ કબજો કર્યો હતો. તેવી જ રીતે ચીને ગલવાન ઘાટી અને પેંગોંગત્સો ક્ષેત્રોમાં ઘણા સ્થાનો કબજે કર્યા હતા. તેથી લદાખથી ચીની ઘૂસપેઠ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના નથી. કારગિલ યુદ્ધની 21મી વર્ષગાંઠ પર ETV ભારતે સાથેની વાતચીતમાં રક્ષા વિશેષજ્ઞ વિક્રમ જીત સિંહએ આ વાત કહી હતી.
આપને જણાવી દઇએ કે, વિક્રમજીત સિંહ એક પત્રકાર છે. જે સમુદ્ર તળથી 15,700 ફૂટ ઉપર એક પાકિસ્તાની સૈનિકોની મોતના સાક્ષી છે. તેમણે યુદ્ધના ક્ષેત્રથી કારગિલ યુદ્ધનું રિપોર્ટીગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કારગિલમાં 3 મેના રોજ બટાલિક સેક્ટરમાં પાકિસ્તાન સેનાની ઘૂસણખોરીની સૂચના મળી હતી. તેવી જ રીતે 5 મેના રોજ ગલવાન ક્ષેત્રમાં પણ ચીની ઘુસણખોરીની જાણકારી મળી હતી.
બંને મામલા દરમિયાન સૈનિકોની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કારગિલ વિપરીત ચીની ઘુસપેઠમાં આમને સામને મુકાબલો થવાની સંભાવના છે. જ્યારે ચીને 1999માં પાકિસ્તાનને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.
વિક્રમ જીતે કહ્યું કે,13 જૂન 1999ના રોજ જ્યારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન સરતાજ અઝીઝ નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે વાજપેયી સરકારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ નિયંત્રણ રેખામાંથી દુર નહીં જાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે નહીં.
સંરક્ષણ નિષ્ણાંતે કહ્યું કે, રસપ્રદ વાત છે કે, કારગિલમાં પ્રથમ ઘુસણખોરી પંજાબની 3 રેજિમેન્ટ દ્વારા મળી હતી. જ્યારે 15 મી જૂનની રાત્રે ચીનની સાથે અથડામણમાં તે જ રેજિમેન્ટ અન્ય રેજિમેન્ટ સાથે હતી.
વિક્રમ જીતે કહ્યું કે, 1999માં ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યુ ન હતું. પરંતુ આ વખતે સંભાવના છે કે, બંને મિલીભગત સાથે જોડાશે. બંને સૈન્ય વચ્ચેના સંઘર્ષનો અઢી માસથી પણ વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન કોઈ ફાયરિંગ થયું નથી. જ્યારે કારગિલમાં તો રોજ વિશાળ દિવાળી થતી હતી.
કારગિલ યુદ્ધ દરમિયાન સેટેલાઇટ ફોને પત્રકારોને તેમની સ્ટોરી લખવામાં મદદ કરી હતી. કાશમીર સેનાની સાથે હિંસક વિરોધી અભિયાનોને કવર કરવાનો અનુભવ તેની પાસે હતો. કારણ કે, તેમણે સેનાના અધિકારીઓથી ઉચાંઇવાળા યુદ્ધ ક્ષેત્રથી રિપોર્ટીગ કરવાની અનુમતિ મળી ગઇ હતી.
તેમણે યાદ કર્યું કે, JAKLI રેજિમેન્ટના સુબેદારે તેમને મોર્ટાર ગોળાબારી દરમિયાન પોતાનો જીવ બચાવવા સલાહ આપી હતી.