વારાણસીઃ કાશી હિન્દુ યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટર વેન્ટિલેટરની ચોરીનો મામલો સામે આવ્યો છે. જે બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. યુનિવર્સિટી વહીવટીતંત્રે મોડી સાંજે આ સમગ્ર મામલે માહિતી જાહેર કરી હતી અને ઘટના અંગે માહિતી આપી હતી.
કાશી હિન્દુ યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટરમાંથી વેન્ટિલેટરની ચોરી અંગે ટ્રોમા સેન્ટરના પ્રભારી પ્રો. એસ. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી ઓ.પી.ડી. લાલ અને પીળા વિસ્તારમાં 08-06-2020ના રોજ, એક વ્યક્તિ પોતાને સર્વિસ એન્જિનિયર કહેતો હતો. તેણે ત્યાં હાજર નર્સિંગ અધિકારીને કહ્યું કે, તે ખામીયુક્ત પોર્ટેબલ વેન્ટિલેટર સુધારવા આવ્યો છે. થોડા સમય પછી, તે વ્યક્તિ પોર્ટેબલ વેન્ટિલેટર ચોરીને લઈ ગયો હતો.
પ્રશાસનને આ માહિતી મળતાની સાથે જ કેસ નોંધવા માટે મુખ્ય અનામત અધિકારી કચેરી દ્વારા લંકા પોલીસને લેખિત નોટિસ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ઘટના સમયે હાજર સ્ટાફ અને સુરક્ષા ગાર્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટીમાં ચોરીનો આ નવો કેસ નથી. આ પહેલા પણ ચંદનનાં વૃક્ષોની ચોરી થઈ હોવાનું યુનિવર્સિટીએ એક નિવેદન જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે, એક વ્યક્તિ આવીને પોતાને એન્જિનિયર ગણાવીને ખરાબ વેન્ટિલેટર લઈ ગયો હતો. આમ, યુનિવર્સિટીમાં વધુ એકવાર ચોરી થતાં કરોડો રૂપિયાની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યાં છે.