ETV Bharat / bharat

દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને રવિવારે AIIMSની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ જિલ્લાઓ નોન-હોટસ્પોટ જિલ્લાઓમાં ફેરવાઇ રહ્યાં છે.

etv bharat
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને એઇમ્સની મુલાકાત લીધી અને કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે
author img

By

Published : Apr 27, 2020, 10:45 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને રવિવારે AIIMSની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ જિલ્લાઓ નોન-હોટસ્પોટ જિલ્લાઓમાં ફેરવાઇ રહ્યાં છે.

આરોગ્ય પ્રધાને કેટલાક કોવિડ-19ના દર્દીઓ સાથે વીડિયો કોલ પર વાતચીત પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાની સ્થિતિની નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમજ તેમણે લોકોને લોકડાઉનનુ પાલન કરવાની અપીલ પણ કરી હતી. આરોગ્યપ્રધાને વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તરે 7 ટકાની તુલનાએ ભારતમાં કોરોના દર્દીઓનું મૃત્યુ દર 3.1 ટકા છે. તેમજ દેશમાં કોરોનાના ડબલ રેટમાં નિયમિત સુધારો જોવા મળી રહ્યો છે. હજુ સુધી 283 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જ્યારે છેલ્લા સાત દિવસોમાં 64 જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. ડો. હર્ષવર્ધને કહ્યું કે, છેલ્લા 14 દિવસમાં 48 જિલ્લાઓમાં કોઇ નવા કેસ નોંધાયા નથી. જ્યારે છેલ્લા 21 દિવસોથી 33 જિલ્લાઓ અને છેલ્લા 28 દિવસથી 18 જિલ્લાઓમાં કોઇ કોરોનાના નવા કેસ નોંધાયા નથી.

તેમણે જણાવ્યું કે, દેશમાં N-95 માસ્કના 10 ઉત્પાદકો છે. સરકાર અને વિવિધ સંશોધન પ્રયોગશાળાઓના પ્રયત્નોને કારણે ઘરેલું ઉત્પાદકો દ્વારા વેન્ટિલેટરનું ઉત્પાદન પણ શરૂ થયું છે. તેમણે ડોક્ટર્સ, નર્સીસ અને કોરોના યોદ્ધાઓ સહિતના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને પણ આવર્કાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.