નવી દિલ્હીઃ 16 ડિસેમ્બર 2012 ના દિવસે ભારતની ધડકન એટલે કે, રાજધાની દિલ્હીના રસ્તા પર ચાલતી બસમાં છ હવસખોરોએ પેરામેડિકલની વિદ્યાર્થી (નિર્ભયા) સાથે સમગ્ર હદ પાર કરી હતી. આ ઘટનાએ ન માત્ર દિલ્હી પરંતુ વિશ્વને હચમચાવ્યો હતો. આજે નિર્ભયા દુષ્કર્મ કેસને 8 વર્ષ પૂર્ણ થયા છે. અહીં જાણો નિર્ભયા દુષ્કર્મ કેસની સમગ્ર ટાઇમલાઇન...
- 17 ડિસેમ્બર 2012:આ ઘટના સામે વ્યાપક પ્રમાણમાં જનાક્રોશ ઉભર્યો હતો. પોલીસે આરોપીની ઓળખ બસ ચાલક રામ સિંહ, મુકેશ, વિનય શર્મા, અક્ષય અને પવન ગુપ્તાના રુપે કરી હતી.
- 18 ડિસેમ્બર 2012: રામ સિંહ અને ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
- 20 ડિસેમ્બર 2012: પોલીસે નિર્ભયાના મિત્રનું નિવેદન નોંધ્યું હતું.
- 21 ડિસેમ્બર 2012: આ ઘટનાના એક સગીર આરોપીને દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી પકડી પાડ્યો હતો, જે બાદ તના મિત્રએ મુકેશની ઓળખ કરી હતી.
- 22 ડિસેમ્બર 2012: પોલીસે આ મામલે છઠ્ઠા આરોપી અક્ષય ઠાકુરને બિહારના ઔરંગાબાદથી ધરપકડ કરી હતી.
- 25 ડિસેમ્બર 2012: પીડિતાની હાલત બગડવા લાગી હતી.
- 26 ડિસેમ્બર 2012: પીડિતાને હાર્ટ અટેક આવ્યો, જે બાદ તેને એર એમ્બ્યુલન્સ દ્વારા સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
- 29 ડિસેમ્બર 2012: પીડિતાનું મોત થયું, જે બાદ પોલીસે FIR માં હત્યાની કલમ પણ સામેલ કરી હતી.
- 3 જાન્યુઆરી 2013: દિલ્હી પોલીસે પાંચ આરોપી સામે સાકેત કોર્ટમાં હત્યા, દુષ્કર્મ, હત્યાનો પ્રયાસ, અપહરણ, અપ્રાકૃતિક કૃત્ય અને ચોરીનો આરોપ લગાવતા ચાર્જશીટ દાખલ કરી છે.
- 5 જાન્યુઆરી 2012: સાકેત કોર્ટે ચાર્જશીટ પર ધ્યાન લીધું
- 17 જાન્યુઆરી 2013: કોર્ટે ટ્રાયલ શરૂ કર્યું.
- 2 ફેબ્રુઆરી 2013: કોર્ટે પાંચ આરોપીઓ સામે આરોપ નક્કી કર્યા.
- 11 માર્ચ 2013: રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી.
- 31 ઓગસ્ટ 2013: જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે સગીર આરોપીને દુષ્કર્મ અને હત્યાના આરોપમાં ત્રણ વર્ષની સજા ફટકારી.
- 10 સપ્ટેમ્બર 2013: કોર્ટે ચારેય આરોપીઓને દોષિ જાહેર કર્યા.
- 13 સપ્ટેમ્બર 2013: કોર્ટે ચારો આરોપીઓને ફાંસીની સજા સંભળાવી.
- 23 સપ્ટેમ્બર 2013: હાઇકોર્ટે ચારેયને ફાંસની સજા પર સુનાવણી શરૂ કરી.
- 13 માર્ચ 2014: હાઇકોર્ટે ચારેય આરોપીની ફાંસની સજા પર મહોર લગાવી.
- 5 મે 2014: સુપ્રીમ કોર્ટે ચારેયની સજા પર મોહર લગાવી.
- 8 નવેમ્બર 2017: આરોપી વિનય શર્મા અને પવન ગુપ્તાએ રિવ્યુ પિટીશન દાખલ કરી છે.
- 9 જુલાઇ 2018: સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટીશન દાખલ કરી.
- 14 ફેબ્રુઆરી 2019: નિર્ભયાના માતા-પિતાએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને દોષિતોને જલ્દી જ ડેથ વોરન્ટ જાહેર કરવાની માગ કરી છે.
- 10 ડિસેમ્બર 2019: એક દોષિ અક્ષયે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી.
- 18 ડિસેમ્બર 2019: સુપ્રીમ કોર્ટે અક્ષયની રિવ્યુ પિટીશનને રદ કરી.
- 19 ડિસેમ્બર 2019: દિલ્હી હાઇકોર્ટે દોષિ પવન ગુપ્તાની આ અરજીને રદ કરી, જેમાં તેને ઘટનાના સમયે પોતે સગીર હોવાનો લાભ ઉઠાવવાની માગ કરી હતી.
- 6 જાન્યુઆરી 2020: પટિયાલા હાઉસ કોર્ટે પવન ગુપ્તાના પિતાની આ અરજીને રદ કરી જેમાં તેને એકમાત્ર પ્રત્યક્ષ સાક્ષી પર FIR દાખલ કરવાની માગ કરી હતી.
- 7 જાન્યુઆરી 2020: પટિયાલા હાઉસ કોર્ટે ચારો આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું. કોર્ટે 22 જાન્યુઆરીએ સવારે 7 કલાકે ચારેય આરોપીને ફાંસી આપવાનો આદેશ કર્યો હતો.
- 17 જાન્યુઆરી 2020: પટિયાલા હાઉસ કોર્ટે બીજો ડેથ વોરેન્ટ જાહેર કર્યો. કોર્ટે 1 ફેબ્રુઆરીની સવારે સાડા છ કલાકે ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો.
- 31 જાન્યુઆરી 2020: પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના આરોપીઓની અરજી પર 1 ફેબ્રુઆરીના ડેથ વોરન્ટ પર રોક લગાવી હતી, કારણ કે, વિનયની રાષ્ટ્રપતિને ત્યાં દયા અરજી બાકી હતી.
- 1 ફેબ્રુઆરી 2020: કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપીઓને અલગ-અલગ ફાંસી આપવાની માગ કરી હતી.
- 5 ફેબ્રુઆરી 2020: હાઇકોર્ટે કેન્દ્રની અરજી રદ કરતા કહ્યું કે, નિર્ભયાના આરોપીઓને અલગ-અલગ ફાંસી આપવામાં નહીં આવે.
- 6 ફેબ્રુઆરી 2020: તિહાડ જેલ પ્રશાસને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ચારેય આરોપીઓ સામે નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની માગ કરી હતી.
- 7 ફેબ્રુઆરી 2020: ડેથ વોરન્ટ જાહેર કરવાથી પટિયાલા હાઉસ કોર્ટે મનાઇ કરી હતી.
- 11 ફેબ્રુઆરી 2020: સુપ્રીમ કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કરવા માટે ટ્રાયલ કોર્ટમાં જવાની પરવાનગી આપી હતી.
- 11 ફેબ્રુઆરી 2020: નિર્ભયાના માતા-પિતા અને કેન્દ્ર સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપીઓ સામે નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી દાખલ કરી.
- 17 ફેબ્રુઆરી 2020: પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું જેમાં 3 માર્ચની સવારે 6 કલાકે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
- 28 ફેબ્રુઆરી 2020: પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખલ કરી હતી.
- 29 ફેબ્રુઆરી 2020: બે આરોપીઓએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને 3 માર્ચના ડેથ વોરન્ટ પર રોક લગાવવા માગ કરી હતી.
- 2 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે પવનની ક્યૂરેટિવ અરજી રદ કરી હતી. તે 2 પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા દુષ્કર્મના આરોપીઓની 3 માર્ચે ફાંસી આપવાના આદેશ પર રોક લગાવી હતી. આ રોક પવનની રાષ્ટ્રપતિને ત્યાં દયા અરજી બાકી હોવાને કારણે લગાવવામાં આવી હતી.
- 4 માર્ચ 2020: નવું ડેથ વોરન્ટ જાહેર કરવા માટે જેલ પ્રશાસને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
- 5 માર્ચ 2020: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા દુષ્કર્મના આરોપીઓ સામે નવું ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું. ચારેય આરોપીઓને 20 માર્ચે સવારે 5.30 કલાકે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો.
- 9 માર્ચ 2020: વિનય શર્માએ દિલ્હીના ઉપ-રાજ્યપાલ સમક્ષ અરજી દાખલ કરીને ફાંસીની સજાને ઉંમર કેદની સજામાં બદલા માગ કરી હતી.
- 11 માર્ચ 2020: પવને દિલ્હીની કડકડડૂમાં કોર્ટમાં અરજી દાખલ કરીને મંડોલી જેલના બે પોલીસકર્મીઓ વિરૂદ્ધ મારપીટ કરવાનો આરોપ લગાવતા FIR દાખલ કરવાની માગ કરી હતી.
- 16 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે આરોપી મુકેશની અરજીને રદ કરી હતી.
- 17 માર્ચ 2020: મુકેશે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે, તે ઘટનાના દિવસે દિલ્હીમાં ન હતો.
- 17 માર્ચ 2020: પવન ગુપ્તાએ ફાંસીથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં નવી ક્યૂરેટિવ અરજી દાખલ કરી હતી. તે અક્ષયે રાષ્ટ્રપતિ પાસે બીજી દયા અરજી દાખલ કરી હતી.
- 18 માર્ચ 2020: મુકેશે ટ્રાયલ કોર્ટ તરફથી ફાંસીની સજા રદ કરવાની માગને રદ કરવા હાઇકોર્ટમાં ચેતવણી આપી હતી, જેથી હાઇકોર્ટે રદ કરી હતી.
- 18 માર્ચ 2020: આરોપી વિનય, અક્ષય અને પવને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને 20 માર્ચે ડેથ વોરન્ટ પર રોક લગાવવાની માગ કરી હતી.
- 19 માર્ચ 2020: આરોપી પવન ગુપ્તાની નવી ક્યૂરેટિવ અરજીને રદ કરી હતી.
- 19 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે નિર્ભયાના આરોપી અક્ષયની રાષ્ટ્રપતિ તરફથી બીજી દયા અરજી રદ કરવાની સામે દાખલ અરજીને પણ રદ કરી હતી.
- 19 માર્ચ 2020: પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસના આરોપીની ડેથ વોરન્ટ પર રોક લગાવવાની અરજીને રદ કરી.
- 19 માર્ચ 2020: હાઇકોર્ટે રાત્રે લગભગ સવા કલાકની સુનાવણી બાદ ડેથ વોરન્ટ પર રોક લગાવવાની મનાઇ કરી હતી.
- 20 માર્ચ 2020: સુપ્રીમ કોર્ટે અડધી રાત્રે લગભગ એક કલાકની સુનાવણી બાદ ડેથ વોરન્ટ આપવાની મનાઇ કરી હતી.
- 20 માર્ચ 2020: ચારેય આરોપીઓને સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી.