નવી દિલ્હી: ચીન સાથે વરિષ્ઠ સૈન્ય કમાન્ડર-સ્તરની છઠ્ઠી વાતચીત દરમિયાન ભારતે સોમવારે પૂર્વી લદ્દાખમાં સંઘર્ષવાળા સ્થળોથી ચીની સૈનિકોને તાત્કાલિક દૂર કરવા પર ભાર મૂક્યો હતો. આ વાતચીતમાં સરહદ પર લાંબા સમયથી ચાલનારા તણાવને દૂર કરવા પાંચ-મુદ્દાવાળા દ્વિપક્ષીય કરારના અમલ પર કેન્દ્રિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોર કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠક પૂર્વી લદ્દાખમાં ભારતના ચુશૂલ સેક્ટરમાં (LAC)ની પાર મોલ્ડોમાં ચીની વિસ્તારમાં સવારે 9 કલાકથી ચાલુ થયેલી વાતચીત રાત્રે 11 કલાક સુધી ચાલી હતી.
ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની ભારતીય સેના લેહ સ્થિત 14 કોરના કમાંન્ડર લેફ્ટિનેટ જનરલ હરિદર સિંહે કરી હતી. પ્રથમ વખત સૈન્ય વાતચીત સાથે સંબધિત ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રાલયના સંયુકત સચિવ સ્તરના અધિકારી છે.
વિદેશી મંત્રાલયના સંયુકત સચિવ નવીન શ્રીવાસ્તવ આ પ્રતિનિધિમંડળનો ભાગ છે. તે સરહદ પર બોર્ડર કન્સલ્ટિંગ અને કોઓર્ડિનેશન પ્રક્રિયા હેઠળ ચીનની સાથે વિવાદ અંગે તે રાજનયિક વાતચીતમાં સામેલ રહ્યા છે.
ભારતીય પ્રતિનિધિમંડળમાં લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન પણ સામેલ છે. જે આવતા મહિને14 મી કોર કમાન્ડર તરીકે સિંહનું સ્થાન લઈ શકે છે.
પાંચમાં સ્તરની કૌર કમાન્ડર સ્તરની વાતચીત 2જી ઓગ્સ્ટના રોજ અંદાજે 11 કલાક ચાલી હતી. આ પહેલા ચોથા સ્તરની વાતચીત 14 જુલાઈના અંદાજે 15 કલાક ચાલી હતી.
સૈન્યના સુત્રોના જણાવ્યા મુજબ વાયુસેનામાં હાલમાં સામેલ કરેલા રાફેલ વિમાનને પૂર્વી લદ્દાખ ઉપર ચક્કર લગાવવાનું શરુ કર્યું છે. ભારતીય વાયુ સેનામાં ઔપચારિક રુપથી સામેલ કર્યાના 10 દિવસમાં રાફેલ વિમાનને લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે.
અંબાલામાં પાંચ રાફેલ વિમાનોને સામેલ કરવાના સમારોહમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, સરહદ પર જે પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. તે જોતાં આ મહત્વપૂર્ણ છે. ભારતની સાર્વભૌમત્વ પર નજર રાખનારા લોકોને મોટો સંદેશ આપશે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ છેલ્લા ત્રણ અઠવાડિયામાં પૈંગૌંગ ઝીલના દક્ષિણી અને ઉત્તરી તટ પર ઓછામાં ઓછી ત્રણ વખત ભારતીય સૈનિકોને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. 45 વર્ષમાં પહેલીવાર વાસ્તવિક નિયંત્રણની લાઇન પર હવામાં ગોળીઓ ચલાવવામાં આવી છે.
પૂર્વી લદ્દાખની સ્થિતિ ત્યારે બગડી હતી જ્યારે 29-30 ની રાત્રે ચીને પૌંગોંગ ઝીલના દક્ષિણ તટ પર ભારતીય ક્ષેત્ર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.