નવી દિલ્હી: CISCE બોર્ડની બાકી રહેલી ધોરણ 10ની પરીક્ષાઓ 2 જુલાઈથી 12 જુલાઈ, 2020 દરમિયાન લેવામાં આવશે, જ્યારે વર્ગ 12ની પરીક્ષાઓ 1 જુલાઈથી 14 જુલાઈ, 2020 દરમિયાન લેવામાં આવશે.
આ સમય દરમિયાન બોર્ડ કુલ 14 વિષયની પરીક્ષા લેશે, જેમાંથી 6 પરીક્ષાઓ દસમાં વર્ગની છે અને 8 પરીક્ષાઓ 12માં વર્ગ માટે લેવામાં આવશે. CISCE બોર્ડે કોરોના વાઇરસને કારણે 10 અને 12ની બોર્ડ પરીક્ષા મોકૂફ રાખી હતી.